હોંડાએ કુલ 56,194 સ્કૂટરના યુનિટ્સ પરત ખેંચ્યા છે. કંપનીએ કહ્યું કે તેઓ આ સ્કૂટર્સને લઈને કોઈ આશંકા રહેવા દેવા માગતા નથી. આ કારણે 7 ફેબ્રુઆરીથી 16 માર્ચ 2018 સુધીમાં બનાવવામાં આવેલ આ ત્રણેય મોડેલના સ્કૂટરને ફરી ઇન્સ્પેક્શન માટે પરત મંગાવાયા છે. અને જરુર જણાયે હોંડા ફ્રીમાં ખામીયુક્ત સ્પેરપાર્ટ બદલી કરી આપશે. આ માટે કંપની ડિલર્સ દ્વારા પ્રભાવિત ગ્રાહકોને સંદેશો મોકલી તેમનું વાહન ઇન્સ્પેક્શન માટે પરત કરવા કહેશે.
2/3
ગ્રાહક કંપનીના કેમ્પેન પેજ પર જઈને ચેક કરી શકે છે કે તેમનું સ્કૂટર આ રિકોલથી પ્રભાવિત છે કે નહીં. હોન્ડાની સત્તાવાર વેબસાઇટના કેમ્પેન સેક્શન પર તમારો વ્હીકલ આઈડેન્ટિફિકેશન નંબર (VIN) નાંખીને તમે તેની જાણકારી લઈ શકો છો. ઉપરાંત, ગ્રાહકને તેની જાણકારી ટેક્સ્ટ મેસેજ, ઈ-મેલ અથવા ફોન કોલથી આપી શકાય છે.
3/3
નવી દિલ્હીઃ હોન્ડા મોટરસાઈકલ્સ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ શનિવારે પોતાના ત્રણ સ્કૂટર્સ, એવિએટર, એક્ટિવા 125 અને ગ્રાસિયાની તપાસ કરવા માટે રિકોલ કરવાની જાહેરાત કરી છે. આ સ્કૂટર્સમાં ફ્રન્ટ ફોર્ક પર સ્પેસિફિક બોલ્ટ સાથે જોડાયેલ છે જે ખૂબ જ હાર્ડ છે. દેશભરમાં આવેલ હોન્ડા સર્વિસ સેન્ટરમાં તેની તપાસ કરવામાં આવશે અને જરૂરત પડી તો બોલ્ટને રિપ્લેસ કરવામાં આવશે. બોલ્ટને ફ્રીમાં બદલવામાં આવશે અને હોન્ડા ડીલરશિપ ટૂંકમાં જ તેની જાણકારી ગ્રાહકોને આપશે.