જોકે 50 રૂપિયાની નવી નોટ જે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે તેને કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી.
2/3
પહેલા ચર્ચા હતી તે રીતે જ 50 રૂપિયાની નવી નોટ રંગ વાદળી જોવા મળી રહ્યો છે. આ પહેલા સરકારે ગુલાબી રંગની 2000 રૂપિયાની અને સ્ટોન ગ્રે કલરની 500 રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી.
3/3
નવી દિલ્હીઃ બજારમાં ટૂંકમાં જ નવી 50 રૂપિયાની નોટ જોવા મળશે. આરબીઆઈની કેટલીક ચેસ્ટમાં આ નોટ પહોંચી ગઈ છે. ગઇકાલથી નવી 50 રૂપિયાની નોટની તસવીર પણ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. કહેવાય છે કે આરબીઆઈમાંથી કોઈએ આ તસવીરો ઓનલાઈન લીક કરી છે.