નવી દિલ્હીઃ ફોર્બ્સ મેગેઝીને 2017ની 100 સૌથી અમીર ભારતીયોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી ટોપ પર છે. તેમ અંદાજે 38 બિલિયન ડોલર આંકવામાં આવી છે. આ યાદીમા બીજા નંબર પર વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી છે, જ્યારે ત્રીજા સ્થાન પર હિન્દુજા બ્રધર્સને મળ્યું ચે. અઝીમ પ્રેમજી અંદાજે 19 બિલિયન ડોલર છે, જ્યરે હિન્દુજા બ્રધર્સ 18.4 બિલિયન ડોલર આંકવામાં આવી છે. ફોર્બ્સ દ્વારા બહાર પાડવામાં આવેલી 100 ધનવાનોની યાદીમાં ફરી ગુજરાતીઓનો દબદબો જોવા મળ્યો છે. યાદીમાં સામેલ 24 જેટલા લોકો એવા છે જે મૂળ ગુજરાતના અથવા તો ગુજરાત સાથે સંબધ ધરાવે છે. ઉપરાંત નિરમાના કરશનભાઈ પટેલ અને ગૌતમ અદાણી જેવા ગુજરાતીમાં ચાલુ વર્ષે ધરખમ વધારો જોવા મળ્યો છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો કોણ છે એ 24 ધનાઢ્ય જે ગુજરાત સાથે સંબંધ ધરાવે છે અને તેમની પાસે કેટલી છે સંપત્તિ....