શોધખોળ કરો
બિલ્ડિંગ અને જમીન ભાડા અથવા લીઝ પર આપશો તો લાગશે GST, 1 જુલાઈથી લાગુ થશે નવો નિયમ
1/6

ટેક્સનો દર કેટલો રહેશે હજુ સ્પષ્ટ નથી. પરોક્ષ વેરાની નવી વ્યવસ્થા મુજબ ચીજવસ્તુઓ કે સામાન સિવાયની તમામ બાબતોને 'સેવા' અથવા 'સર્વિસ' ગણવામાં આવી છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે જમીન કે મકાન જેવી સ્થાવર સંપત્તિ પૂરી પાડવા પર જીએસટી લાગુ થશે પણ સંસદમાં રજૂ થયેલા બિલમાં અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.
2/6

બિલમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જમીન અને બિલ્ડિંગ (અન્ડરકન્સ્ટ્રક્શન નહીં)ના વેચાણ પર જીએસટી હેઠળ કોઈ ટેક્સ લાગુ પડશે નહીં. ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે સર્વિસ ટેક્સની વર્તમાન વ્યવસ્થા હેઠળ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં ભાડે આપવા પર ટેક્સ લાગુ પડે છે પણ રહેણાક મકાનોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યું છે.
Published at : 29 Mar 2017 09:41 AM (IST)
View More























