શોધખોળ કરો
મૂડીઝે 13 વર્ષ બાદ વધાર્યું ભારતનું રેટિંગ, GST-નોટબંધીના કર્યા વખાણ
1/5

આ સાથે જ ક્રેડિટ એજન્સીએ ચેતવણી પર આપી છે કે ભારતે પહેલા લીધેલા મસમોટા ઉધાર અને લોનના કારણે દેશની ક્રેડિટ પ્રોફાઇલ પહેલાથી દબાયેલી છે. આ પહેલા વર્લ્ડ બેંક દ્વારા ભારતના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેંકમાં સુધારો કરીને 100 નંબર પર મુકવામાં આવ્યું હતું જે પહેલા 130 નંબર પર હતું.
2/5

રેટિંગ્સ સુધારતા મૂડીઝે કહ્યું કે, ‘ભારતમાં સરકાર દ્વારા લેવામાં આવેલ આર્થિક અને સંસ્થાકીય સુધારા પગલાને કારણે ભવિષ્યમાં ઉચ્ચ વૃદ્ધીની શક્યતાઓ વધશે. જેના કારણે સરકારી ઉધાર માટે મોટાપાયે સ્થિર આધાર તૈયાર થશે. જેના કારણે મધ્યગાળમાં દેશની તિજોરી પર સરકારી કરજ ઓછું કરવામાં મદદ મળશે.’
Published at : 17 Nov 2017 10:21 AM (IST)
View More























