શોધખોળ કરો
સરકારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, શેલ, ONGCને 192 અબજ ચૂકવવા નોટિસ ફટકારી
1/4

નવી દિલ્હીઃ સરકારે અરબ સાગરમાં આવેલ પન્ના, મુક્તા અને તાપી (પીએમટી) ક્રૂડ અને ગેસ ફીલ્ડ મામલે પોતાના પક્ષમાં પંચના નિર્ણય બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રોયલ ડચ શેલ તથા ઓએનજીસીને સંયુક્ત રીતે 3 અબજ ડોલર (અંદાજે 192 અબજ રૂપિયા) ચૂકવવા નોટિસ ફટકારી છે. સરકાર તથા પીએમટી સંયુક્ત સાહસ સંબંધિત સૂત્રોએ જણાવ્યું કે, હાઈડ્રોકાર્બન ડિરેક્ટોરેટે મેના અંતમાં જ માગની આ નોટિસ ફટકારી હતી. આ નોટિસમાં માગવામાં આવેલ રકમ ઓક્ટોબર 2016માં આવેલ પંચના નિર્ણયમાં આંકલન કરવામાં આવેલ રકમ તથા તેના પર વ્યાજ તથા અન્ય ચાર્જ સામેલ કરવામાં આવ્યા છે.
2/4

જોકે આ નોટિસમાં રિકવરીની રકમ ચૂકવવા માટેની કોઈ ચોક્કસ તારીખ કે ચૂકવણીમાં નિષ્ફળ જવા બદલ લેવાનારા સંભવિત પગલાંનો કોઈ ઉલ્લેખ નથી કરાયો તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત આર્બિટ્રેશન પેનલ દ્વારા પોતાનો અંતિમ ચુકાદો અપાય તેની રાહ જોયા વગર જ આ નોટિસ અપાઈ છે. આ મામલે રિલાયન્સના પ્રવક્તાનો સંપર્ક કરતાં નોટિસ મળી હોવાનું સ્વીકાર્યું હતું. આ ડિમાન્ડ નોટિસને કવેળાની ગણાવતાં રિલાયન્સે જણાવ્યું હતું કે આંશિક ચુકાદાને પગલે સંબંધિત કંપનીઓ સામે ઉભી થયેલી જવાબદારીઓની ગણતરી પક્ષકારોની કુલ રકમ અંગેની રજૂઆત બાદ આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ દ્વારા નક્કી કરવાની છે. આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે હજી ગણતરતી માટેનો સમય નક્કી કરવાનો બાકી છે. આ સિવાય કુલ રકમની ગણતરી શરૂ થાય તે પહેલાં અન્ય કેટલાંક મુદ્દાઓનો ઉકેલ પણ બાકી છે. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે રિલાયન્સે બ્રિટનની કોર્ટમાં આ એફપીએ સામે અપીલ કરી છે અને હાલમાં આ મામલો ન્યાયાધિન છે.
Published at : 19 Jul 2017 07:37 AM (IST)
View More























