શોધખોળ કરો
સરકાર માની જશે તો અડધી કિંમત પર મળશે પાવરફુલ ઇલેક્ટ્રિક સ્કૂટર, ઇન્ડસ્ટ્રીએ 50% સબસિડીની માગ કરી
1/3

આ મુદ્દે વિસ્તારથી જણાવતા ગિલે કહ્યું કે, 40,000 રૂપિયાની નિશ્ચિત રકમથી એ સુનિશ્ચિત થશે કે ઉત્પાદક પોતાનું માર્જિન વધારવા માટે સબસિડીનો લાભ ન લે. હાલમાં બજારમાં જે ઇલેક્ટ્રિક સ્કૂટર મળે છે તેમાં પાવર ક્ષમતા વધારે નથી અને તેને થોડા સમય પછી ચાર્જ કરવાની જરૂરત પડે છે, પરંતુ લીથિયર બેટરીવાળા ઇલેક્ટ્રિક સ્કૂટરની સાથે એવી સમસ્યા નથી અને આ બેટરીને કારણે પાવર ક્ષમતામાં વધારો થાય છે સાથે જ વારંવાર ચાર્જ કરવાની જરૂરત પણ નથી રહેતી.
2/3

એસએમઈવીના ડાયરેક્ટર સોહિન્દર ગિરે કહ્યું કે, અમે નીતિ આયોગને એવી નીતિ બનાવવા વિનંદી કરી છે જેથી સરકાર એ તમામ ઉત્પાદકતો માટે એક વર્ષનું ઇન્સેન્ટિવ 2018 લાગુ કરી શકે જે પૂરી રીતે સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ સીએમવીઆર પ્રમાણિત તતા બીએસઆઈ પ્રમાણિત લીથિયમ બેટરી યુક્ત ઈ-સ્કૂટર દેશમાં કોઈપણ જગ્યાએ 40,000 રૂપિયામાં વેચી શકે. તેમણે કહ્યું કે, સરકાર તેનાથી સીધા જ ઉત્પાદકોને 40,000 રૂપિયાની સબસિડી આપી શકે છે જે હાલમાં 22,000 રૂપિયા છે.
Published at : 21 Aug 2017 07:46 AM (IST)
View More























