હાલમાં આ ફીચર એન્ડ્રોઈડ બીટા વર્ઝન 2.18.41 પર મળી રહ્યું છે. ઘણા યુઝર્સે પેમેન્ટ ઓપ્શનના સ્કીનશોટ પણ શેર કર્યા છે. જ્યારે iOS યુઝર્સને પેમેન્ટનું અપડેટ V2.18.21 પર મળી રહ્યું છે.
2/4
વોટસએપ અપડેટની માહિતી આપનારા WABetainfoએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે જો તમને પેમેન્ટ ઓપ્શન નથી મળ્યું તો 10-12 કલાક રાહ જુઓ, તમને અપડેટ મળી જશે.
3/4
સૌથી ખાસ વાતએ છે કે આ ફીચર માત્ર ભારત માટે જ છે. વોટ્સએપના ઘણા બીટા યુઝર્સને UPI પેમેન્ટનું ઓપ્શન મળી ગયું છે. જેમને નથી મળ્યું તેમને પણ જલદીથી મળી જશે.
4/4
નવી દિલ્હીઃ વ્હોટ્સએપે માત્ર ભારતીય યૂઝર્સ માટે યૂપીઆઈ આધારિત પેમેન્ટ ફીચર જારી કરવાનું શરૂ કર્યું છે. આ ફીચરને હાલમાં એન્ડ્રોઈડ અને આઈફોનના બીટા વર્ઝનમાં શરૂ કરવામાં આવ્યું છે. એચડીએપસી, એક્સિસ, એસબીઆઈ, યસ બેંક સહિત અનેક બેંકોના ગ્રાહકો આ ફીચરનો લાભ લઈને રૂપિયાની લેવડ દેવડ કરી શકે છે.