આ અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, સુરતના અમરોલી સ્થિત ઉત્રાણ વિસ્તારમાં રહેતો 23 વર્ષીય યુવક રત્નકલાકાર તરીકે કામ કરે છે. યુવક ત્રણ વર્ષ પહેલા કાપોદ્રામાં પંકજ ડાયમંડમાં કામ કરતો હતો, ત્યારે તેની સાથે કામ કરતી યુવતી સાથે મિત્રતા થઈ ગઈ હતી અને પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. જોકે, આ પ્રેમપ્રકરણની યુવતીના ભાઈને ખબર પડી જતાં યુવતીને સંબંધ તોડી નાંખવા માટે જણાવ્યું હતું.
ગત રવિવારે યુવક-યુવતીના પરિવારજનો મળ્યા હતા અને આ મુદ્દે સમજૂતી થઈ હતી. તેમજ યુવક યુવતી હવે નહીં મળે તેમ નક્કી કરાયું હતું. યુવકે પણ યુવતીને હવે નહીં મળે તેવી ખાતરી આપી હતી. દરમિયાન ગઈ કાલે બપોરે યુવતીના ભાઈએ યુવકને ફોન કરી ઘરે બોલાવતા યુવક ઘરે ગયો હતો. યુવતીનો ભાઈ તેને બાજુના રૂમમાં લઈ ગયો હતો અને તેને ચપ્પુના ઘા મારી દીધા હતા. યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે આરોપીને ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
ગુજરાત પેટા ચૂંટણીઃ મતદાનના ફાઇનલ આંકડા આવ્યા સામે, જાણો કઈ બેઠક પર કેટલું થયું મતદાન
US Elections 2020: ભારતીય મૂળના ઉમેદવારોએ પણ લહેરાવ્યા વિજય પતાકા, જાણો કોણ ક્યાંથી જીત્યું
જૂનાગઢઃ વંથલીમાં 12 વર્ષની સગીરા પર યુવકે બળાત્કાર, 8 દિવસમાં બળાત્કારની બીજી ઘટનાથી ખળભળાટ, આરોપીનું શું થયું?