શોધખોળ કરો

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી, 10-12 પાસ માટે નોકરીની શાનદાર તક 

અલગ-અલગ જગ્યાઓ માટે 10મી, 12મી અથવા ડિપ્લોમાની લાયકાત માગવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2026 છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કોસ્ટ ગાર્ડે નાવિક, યાંત્રિક સહિત 365 જગ્યાઓ જાહેર કરી.
  • 10-12 પાસ, ડિપ્લોમાધારકો 21 ઓક્ટોબર સુધી અરજી કરે.
  • લેખિત પરીક્ષા, શારીરિક કસોટી અને મેડિકલ દ્વારા પસંદગી થશે.

સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં નોકરી મેળવવાની તક છે. કોસ્ટ ગાર્ડે નવિક, યાંત્રિક અને હાઇજીનિસ્ટ-I સહિત કુલ 365 જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. અલગ-અલગ જગ્યાઓ માટે 10 અને 12 અથવા ડિપ્લોમાની લાયકાત માગવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2026 છે. ઇચ્છુક ઉમેદવારોએ છેલ્લી ઘડી સુધી રાહ જોયા વિના પોતાની લાયકાત ચકાસીને અરજી કરવી જોઈએ. 

કઈ જગ્યાઓ પર થશે ભરતી? 

આ ભરતી અંતર્ગત અલગ-અલગ જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. તેમાં નાવિક જનરલ ડ્યૂટી GD, નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચ (DB), યાંત્રિક અને હાઇજીનિસ્ટ-Iની જગ્યાઓનો સમાવેશ થાય છે. કુલ 365 જગ્યાઓ માટે અરજીઓ મગાવવામાં આવી છે. દરેક પદ માટે લાયકાત અલગ-અલગ હોવાથી ફોર્મ ભરતાં પહેલાં સંબંધિત પદ માટેની શરતો જરૂર વાંચી લેવી.

કયા પદ માટે કેટલો અભ્યાસ જરૂરી?

નાવિક જનરલ ડ્યૂટી ઉમેદવાર 12 પાસ હોવો જરૂરી છે. તેમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર વિષયો હોવા જોઈએ. જ્યારે નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચ આ પદ માટે 10 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. યાંત્રિક આ પદ માટે સંબંધિત વિષયમાં એન્જિનિયરિંગ ડિપ્લોમા જરૂરી છે. તેમાં મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સ સંબંધિત વિષયોનો સમાવેશ થાય છે.હાઇજીનિસ્ટ-I  પદ માટે નક્કી કરેલી શૈક્ષણિક લાયકાત 10 પાસ છે. માત્ર 10 કે 12 પાસ હોવું દરેક પદ માટે પૂરતું નથી. અરજી કરતાં પહેલાં તમારી શૈક્ષણિક લાયકાત અને અન્ય જરૂરી નિયમોનો મેળ બેસે છે કે નહીં તેની ખાતરી કરી લેવી.

ઉંમર કેટલી હોવી જોઈએ અને ફી કેટલી છે? 

આ ભરતીમાં ઉંમરની શરતો પદ અને બેચ પ્રમાણે અલગ-અલગ છે. કેટલીક જગ્યાઓ માટે ઉંમર 18થી 22 વર્ષની વચ્ચે રાખવામાં આવી છે, જ્યારે અન્ય પદો માટે વયમર્યાદા અલગ છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ મળી શકે છે. અરજી ફી અને તેમાં મળતી છૂટની ચોક્કસ માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન તપાસવું. ફી ભરતાં પહેલાં તમારા વર્ગ માટે કેટલી ફી નક્કી કરવામાં આવી છે તેની પણ ખાતરી કરી લેવી.

ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે? 

ઉમેદવારોએ પસંદગી માટે અનેક તબક્કામાંથી પસાર થવું પડશે. તેમાં કમ્પ્યુટર આધારિત લેખિત પરીક્ષા, શારીરિક ક્ષમતા કસોટી, દસ્તાવેજોની ચકાસણી અને મેડિકલ ટેસ્ટનો સમાવેશ થાય છે. સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ ખોલો અને ભરતી સંબંધિત નોટિફિકેશન વાંચો. અરજીની લિંક પર જઈને જરૂરી માહિતી ભરો. તમારી શૈક્ષણિક લાયકાત અને અન્ય જરૂરી દસ્તાવેજોની વિગતો દાખલ કરો. લાગુ પડતી હોય તો અરજી ફી જમા કરો. ફોર્મમાં ભરેલી તમામ વિગતો સારી રીતે તપાસીને સબમિટ કરો.અરજી પૂર્ણ થયા બાદ ફોર્મની કોપી ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં.

Education Loan Information:
Calculate Education Loan EMI

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં આતંક મચાવનારા 7 નબીરા પોલીસના સકંજામાં, માફી મંગાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું
Ahmedabad: અમદાવાદમાં આતંક મચાવનારા 7 નબીરા પોલીસના સકંજામાં, માફી મંગાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું
Rajkot: દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ! રાજકોટમાં કાકાની હત્યા, ભત્રીજાની હાલત ગંભીર 
Rajkot: દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ! રાજકોટમાં કાકાની હત્યા, ભત્રીજાની હાલત ગંભીર 
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 
Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 
Advertisement

વિડિઓઝ

Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદમાં આતંક મચાવનારા 7 નબીરા પોલીસના સકંજામાં, માફી મંગાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું
Ahmedabad: અમદાવાદમાં આતંક મચાવનારા 7 નબીરા પોલીસના સકંજામાં, માફી મંગાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું
Rajkot: દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ! રાજકોટમાં કાકાની હત્યા, ભત્રીજાની હાલત ગંભીર 
Rajkot: દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ! રાજકોટમાં કાકાની હત્યા, ભત્રીજાની હાલત ગંભીર 
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 
Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 
Shani Vakri 2026: શનિની વક્રી ચાલથી આ 5 રાશિઓ પર તૂટશે દુઃખોનો પહાડ, નવેમ્બરમાં રહો સાવધાન
Shani Vakri 2026: શનિની વક્રી ચાલથી આ 5 રાશિઓ પર તૂટશે દુઃખોનો પહાડ, નવેમ્બરમાં રહો સાવધાન
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
Embed widget