શોધખોળ કરો

NEET રી-એક્ઝામ અગાઉ પેપર લીકની અફવા, વિદ્યાર્થીઓને NTAએ શું કરી અપીલ?

એજન્સીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવા કૌભાંડોનો શિકાર ન બનવા અને કોઈ પૈસા ન ચૂકવવા માટે કડક ચેતવણી આપી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • NTA એ NEET UG 2026 પેપર લીક અફવાઓ ફગાવી દીધી.
  • ઠગ ગેંગ વિદ્યાર્થીઓની ચિંતાનો ફાયદો ઉઠાવી પૈસા પડાવે છે.
  • NTA આવી ભ્રામક પોસ્ટ કરનારાઓ સામે કાયદેસર કાર્યવાહી કરશે.
  • વિદ્યાર્થીઓ, વાલીઓને આવા કૌભાંડોનો શિકાર ન થવા ચેતવણી.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2026ની આગામી પુનઃપરીક્ષાને લઈને સોશિયલ મીડિયા પર ફેલાતી "પેપર લીક"ની અફવાઓ અંગે કાર્યવાહી કરી છે. NTAએ સ્પષ્ટતા કરી છે કે 21 જૂનના NEET પેપર લીક થવા, અગાઉથી પેપર મળવા અથવા પેપર વેચવાના જેટલા પણ દાવાઓ સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સ પર ફરતા કરવામાં આવી રહ્યા છે તે તમામ સંપૂર્ણપણે, છેતરપિંડીભર્યા અને ભ્રામક છે. એજન્સીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવા કૌભાંડોનો શિકાર ન બનવા અને કોઈ પૈસા ન ચૂકવવા માટે કડક ચેતવણી આપી છે.

વિદ્યાર્થીઓની લાચારીનો ફાયદો ઉઠાવી રહ્યા છે ઠગ- NTA

NTA એ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા દાવાઓ સંગઠિત છેતરપિંડી કરનારા માફિયાઓ અને છેતરપિંડી કરનારાઓનું કામ છે. આ ગેંગ પરીક્ષાના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોના તણાવ અને ચિંતાનો ફાયદો ઉઠાવીને નકલી પેપર વેચી રહી છે અને તેમની પાસેથી મોટી રકમ પડાવી રહી છે. ઇન્ટરનેટ પર ફરતા આવા દરેક દાવા બનાવટી અને વાહિયાત છે.

આ પણ વાંચોઃ MBBSનો નવો નિયમ, હવે 10 વર્ષમાં પૂર્ણ કરવો પડશે અભ્યાસ, ફર્સ્ટ ઇયરમાં મળશે 4 તક

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ આ ચાર મુખ્ય મુદ્દાઓ સ્પષ્ટ કર્યા:

પરીક્ષા સંપૂર્ણપણે સુરક્ષિત છે: સમગ્ર પરીક્ષા પ્રક્રિયા સંપૂર્ણપણે સુરક્ષિત છે અને બધા ઉમેદવારો માટે ન્યાયી અને સલામત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે જરૂરી તમામ કડક નિયમો અમલમાં છે.

નકલી એકાઉન્ટ્સ સામે કાર્યવાહી: NTA સોશિયલ મીડિયા પર જૂઠાણા ફેલાવતી તમામ ચેનલો અને એકાઉન્ટ્સની ઓળખ કરી રહી છે. સાયબર ક્રાઇમ ટીમને રિપોર્ટ મોકલવામાં આવી રહ્યા છે જેથી આ એકાઉન્ટ્સ તાત્કાલિક બંધ કરી શકાય.

FIR દાખલ કરાશે, જેલ પણ થઈ શકે છે 

NTA આવી નકલી કન્ટેન્ટ બનાવનારા, શેર કરનારા અથવા ફોરવર્ડ કરનારાઓ સામે પોલીસ અને સાયબર ક્રાઇમ સેલમાં FIR નોંધાવી રહી છે. વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે અને તેમાં સામેલ લોકો પર શક્ય તેટલી કડક કાર્યવાહી કરવામાં આવશે.

માતાપિતાએ આવી છેતરપિંડીનો શિકાર ન બનવું જોઈએ.

ઉમેદવારો અને માતાપિતાને સલાહ આપવામાં આવે છે કે આવા કોઈપણ મેસેજ ફોરવર્ડ ન કરે અથવા આ છેતરપિંડી કરનારાઓને કોઈ પૈસા ન આપે.

Education Loan Information:
Calculate Education Loan EMI

Frequently Asked Questions

NEET UG 2026ની પુનઃપરીક્ષાને લઈને ફેલાઈ રહેલી પેપર લીકની અફવાઓ વિશે NTA શું કહે છે?

NTA એ સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર ફરતા પેપર લીકના દાવાઓ સંપૂર્ણપણે છેતરપિંડીભર્યા અને ભ્રામક છે. NTA વિદ્યાર્થીઓ અને વાલીઓને આવા કૌભાંડોનો શિકાર ન બનવા ચેતવણી આપે છે.

આ પેપર લીકની અફવાઓ કોણ ફેલાવી રહ્યું છે અને શા માટે?

NTA અનુસાર, આ દાવાઓ સંગઠિત છેતરપિંડી કરનારા માફિયાઓનું કામ છે. તેઓ વિદ્યાર્થીઓ અને પરિવારોના તણાવનો લાભ ઉઠાવીને નકલી પેપર વેચીને મોટી રકમ પડાવે છે.

NTA આવા બનાવટી દાવાઓ ફેલાવનારાઓ સામે શું કાર્યવાહી કરશે?

NTA જૂઠાણા ફેલાવતી ચેનલોની ઓળખ કરી સાયબર ક્રાઇમ ટીમને રિપોર્ટ મોકલી રહ્યું છે. નકલી કન્ટેન્ટ બનાવનારા, શેર કરનારાઓ સામે FIR દાખલ કરવામાં આવશે અને કડક કાયદેસર કાર્યવાહી કરાશે.

NEET UG પરીક્ષાની સુરક્ષા વિશે NTA શું ખાતરી આપે છે?

NTA એ સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર પરીક્ષા પ્રક્રિયા સંપૂર્ણપણે સુરક્ષિત છે. બધા ઉમેદવારો માટે ન્યાયી અને સલામત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે કડક નિયમો અમલમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Embed widget