SBI CBO Jobs 2021: આ જાણીતી બેંકમાં 1200થી વધુ સર્કલ બેઝ્ડ ઓફિસરની કરાશે ભરતી, ગ્રેજ્યુએટ કરી શકે છે અરજી
SBI CBO Jobs 2021: બેંકમાં નોકરી શોધતા યુવાનો માટે મોટા સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સર્કલ બેસ્ડ ઓફિસરની ભરતી બહાર પાડી છે.
SBI CBO Jobs 2021: બેંકમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે મોટા સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 1226 સર્કલ બેઝ્ડ ઓફિસર (CBO) ની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. અરજીની પ્રક્રિયા 9મી ડિસેમ્બર 2021થી શરૂ થઈ ગઈ છે. જે ઉમેદવારોએ સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી છે તેઓ 29 ડિસેમ્બર 2021 સુધી આ પદો માટે ઑનલાઇન અરજી કરી શકે છે. પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે
ભરતી સંબંધિત મહત્વની તારીખો
- ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ - 9 ડિસેમ્બર 2021
- અરજી કરવાની છેલ્લી તારીખ - 29 ડિસેમ્બર 2021
- અરજી ફી સબમિટ કરવાની છેલ્લી તારીખ - 29 ડિસેમ્બર 2021
- ભરતી પરીક્ષાની તારીખ - જાન્યુઆરી 2022
- પ્રવેશ કાર્ડ જારી કરવાની તારીખ - 12 જાન્યુઆરી 2022
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
સર્કલ બેઝ્ડ ઓફિસરની આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. આ સિવાય ઉમેદવારોને પ્રાદેશિક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. વય મર્યાદા વિશે વાત કરીએ તો, ઉમેદવારોની લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ વય 30 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ વયમાં છૂટછાટ મળશે.
અરજી ફી કેટલી છે
જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 750 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. SC, ST અને દિવ્યાંગ માટે અરજી મફત છે. એપ્લિકેશન ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા જમા કરી શકાય છે
આ રીતે અરજી કરો
આ પદો માટે અરજી કરવા માટે, પાત્રતા ધરાવતા ઉમેદવારોએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ www.sbi.co.in પર જવું પડશે.
અહીં કરિયર ઓપ્શન પર જઈને કરંટ ઓપનિંગ્સ પર ક્લિક કરવાનું રહેશે.
અહીં તમને આ ભરતીની સૂચના અને અરજી ફોર્મ ભરવા માટેની લિંક મળશે.
હવે તમે સૂચનામાં આપેલા પગલાંને અનુસરીને અરજી ફોર્મ ભરી શકો છો.
Education Loan Information:
Calculate Education Loan EMI