શોધખોળ કરો

આ 5 કારણોથી ઝારખંડમાં ભાજપે ગુમાવી સત્તા, જાણો વિગતે

કોલસા અને યુરેનિયમની ખાણો માટે જાણીતા ઝારખંડના ચૂંટણી મેદાનમાં સત્તારૂઢ ભાજપની હાર નિશ્ચિત છે. હાલ ભાજપ 24 અને કોંગ્રેસ-જેએમએમ ગઠબંધન 46 સીટ પર આગળ છે.

રાંચીઃ કોલસા અને યુરેનિયમની ખાણો માટે જાણીતા ઝારખંડના ચૂંટણી મેદાનમાં સત્તારૂઢ ભાજપની હાર નિશ્ચિત છે. હાલ ભાજપ 24 અને કોંગ્રેસ-જેએમએમ ગઠબંધન 46 સીટ પર આગળ છે. 5 વર્ષ સુધી ભાજપ સરકાર ચલાવ્યા બાદ મુખ્યમંત્રી રઘુબર દાસને ચૂંટણી પરિણામોમાં પક્ષના નેતાઓની નારાજગી ભારે પડી હોય તેમ લાગે છે. સહયોગી પક્ષને નજરઅંદાજ કરવાનું પડ્યું ભારેઃ વર્ષ 2014 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સહયોગી ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન સાથે મળીને ચૂંટણી લડી હતી. ભાજપને 37 અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયનને 5 સીટો મળી હતી. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સહયોગી પક્ષને નજરઅંદાજ કર્યો અને એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી. જે ભાજપને ભારે પડ્યું. વિપક્ષે બનાવ્યું મહાગઠબંધનઃ ઝારખંડમાં એક બાજુ ભાજપે સાથી પક્ષોને નજરઅંદાજ કર્યા ત્યાં વિપક્ષે એકજૂથ થઈને ચૂંટણી લડી અને ભાજપને ભોંય ભેગો કરી દીધો. હાલ ગઠબંધનને પૂર્ણ બહુમત મળી રહી છે. 2014ની ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોર્ચા, આરજેડી અને કોંગ્રેસનું ગઠબંધન અલગ-અલગ ચૂંટણી લડ્યું હતું.  પરંતુ આ વખતે કોંગ્રેસે મહારાષ્ટ્ર અને હરિયાણામાંથી સબક લઈને જેએમએમ તથા આરજેડી સાથે ગઠબંધન બનાવી ચૂંટણી લડી અને સફળ પણ રહ્યા. ભાજપના નેતાઓ જ ચૂંટણી પડેલા છોડ્યો સાથઃ ઝારખંડ ચૂંટણી પહેલા બીજેપીને તેમના જ નેતાઓએ મોટો ઝટકો આપ્યો. રાધાકૃષ્ણ કિશોરે બીજેપીનો હાથ છોડીને એજેએસયુ સાથે હાથ મિલાવ્યો. કિશોર એજેએસયુમાં જવાથી ભાજપને મોટો ઝટકો લાગ્યો. ટિકિટ ફાળવણી દરમિયાન બીજેપીએ સરયૂ રાયને ટિકિટ નહોતી આપી, તેમમે મુખ્યંત્રી રઘુબર દાસ સામે જમશેદપુર ઈસ્ટથી ચૂંટણી લડી. હાલ સરયૂ રાય 7800 મતથી આગળ ચાલી રહ્યા છે. આદિવાસી ચહેરો ન હોવોઃ ઝારખંડમાં 26.3 ટકા વસતી આદિવાસીઓની છે અને 28 સીટો આદિવાસીઓ માટે અનામત છે. મહાગઠબંધને જેએમએમના આદિવાસી નેતા હેમંત સોરેનને સીએમ પદના ઉમેદવાર બનાવ્યા, જ્યારે બીજેપી તરફથી બિન-આદિવાસી સમુદાયના રઘુબર દાસને ફરી સીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા. ઝારખંડના આદિવાસી સમુદાયમાં રઘુબર દાસની નીતિઓને લઈ ગુસ્સો હતો. આદિવાસીઓના માનવા મુજબ, રઘુબર દાસે 5 વર્ષના કાર્યકાળ દરમિયાન આદિવાસી વિરોધી નીતિ બનાવી હતી. ખૂંટી યાત્રા દરમિયાન રઘુબર દાસ ઉપર આદિવાસીઓએ જૂત્તા અને ચંપલ ફેંકયા હતા.  સૂત્રોના જણાવ્યા મુજબ આદિવાસી સમુદાયમાંથી આવતા અર્જુન મુંડાને આ વખતે સીએમ બનાવવાની માંગ ઉઠી હતી. પરંતુ બીજેપીના ટોચના નેતૃત્વએ રઘુબર દાસ પર દાવ લગાવ્યો. આ દાવ ઉલ્ટો પડ્યો અને ભાજપે સત્તામાંથી જવું પડ્યું. મહારાષ્ટ્રથી ડરેલી બીજેપીનો દાવ પડ્યો ઉંધોઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે 81માંથી 65 સીટો જીતીને એકલા હાથે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. મહારાષ્ટ્રની ઘટનાથી ડરેલી ભાજપે ઝારખંડમાં કોઈ પક્ષ સાથે ગઠબંધન ન કર્યું. મહારાષ્ટ્રમાં બીજેપીએ શિવસેના સાથે મળીને ચૂંટણી લડી હતી પરંતુ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી લીધી. આ ઉપરાંત ભાજપને આશા હતી કે તેઓ પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડશે તો સફળતા મળશે. આ રણનીતિ અંતર્ગત ભીજપે મોદી, શાહની અનેક રેલીઓ કરી, એટલું જ નહીં યૂપીના સીએમ યોગી આદિત્યનાથને પણ ઝારખંડના ચૂંટણી મેદાનમાં ઉતાર્યા. બીજેપીની આ રણનીતિ પૂરી રીતે નિષ્ફળ રહી.

ટોપ સ્ટોરી

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget