શોધખોળ કરો
Advertisement
આર્થિક તંગીના કારણે શાકભાજી વેચીને ગુજરાત ચલાવી રહ્યો છે આ એક્ટર, સામે આવ્યો ટિકટૉક વીડિયો
ખરેખરમાં, એક્ટર જાવેદ હૈદરનો એક ટિકટૉક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં જાવેદ એક લારી ઉપર શાકભાજી વેચતો દેખાઇ રહ્યો છે. સાથે તે આ વીડિયોમાં ગીત પણ ગાઇ રહ્યો છે. આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા આ એક્ટરનો વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે
નવી દિલ્હીઃ લૉકડાઉન દરમિયાન કેટલાય કલાકારોની તસવીરો અને વીડિયો સામે આવી ચૂક્યા છે, જેમાં તેઓ આર્થિક તંગી સામે ઝઝૂમતા દેખાઇ રહ્યાં છે. વળી કેટલાક એક્ટર તો વીડિયો શેર કરીને મદદ પણ માંગી ચૂક્યા છે. હવે આ લિસ્ટમાં આમિર ખાનની સાથે ફિલ્મ ગુલામમાં કામ કરી ચૂકેલા એક્ટર જાવેદ હૈદરનો એક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં એક્ટરની દયનીય અને કંગાળ આર્થિક સ્થિત દેખાઇ રહી છે, એક્ટર શાકભાજી વેચીને પોતાનુ ગુજરાત ચલાવી રહ્યો છે.
ખરેખરમાં, એક્ટર જાવેદ હૈદરનો એક ટિકટૉક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં જાવેદ એક લારી ઉપર શાકભાજી વેચતો દેખાઇ રહ્યો છે. સાથે તે આ વીડિયોમાં ગીત પણ ગાઇ રહ્યો છે. આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા આ એક્ટરનો વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોને એક્ટ્રેસ ડૉલી બિન્દ્રાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે. ડૉલી બિન્દ્રાએ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું- તે એક્ટર છે, આજે તે શાકભાજી વેચી રહ્યો છે, જાવેદ હૈદર.....
વળી, તેને એક બીજા ટ્વીટમાં લખ્યું- લૉકડાઉન અને કોરોના વાયરસના કારણે હાલ કોઇ કામ નથી મળી રહ્યું. વીડિયો પર કૉમેન્ટ કરીને લોકો અલગ અલગ રિએક્શન આપી રહ્યાં છે. જોકે, એક્ટર આ ટિકટૉક વીડિયોમાં પરેશાન નહીં પરંતુ ગીતો ગાઇને ખુશ દેખાઇ રહ્યો છે. તે ગાઇ રહ્યો છે દુનિયા મે રહના હૈ તો કામ કર પ્યારે.....
બીજા એક ટ્વીટરમાં ડૉલીએ લખ્યું- જાવેદ હૈરર એક ભારતીય એક્ટર છે, જે ફિલ્મ બાબર (2009) અને ટીવી સીરીઝ જેની ઔર જુજૂ (2012)માં કામ કરી ચૂક્યો છે. સાથે તેને ફિલ્મ લાઇફ કી ઐસીતૈસીમાં પણ કામ કર્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement