શોધખોળ કરો
Advertisement
સની લિયોનીને જન્મદિવસની શુભેચ્છા આપવી આમિર ખાનને પડી ભારે, જાણો વિગત
સનીને શુભેચ્છા આપ્યા બાદ અનેક લોકોએ આમિરને ટ્રોલ કર્યો. બોલીવુડમાં આમિર ખાન ઉપરાંત અન્ય કોઇ ટોપ સ્ટારે સનીને શુભકામના આપી નહોતી.
મુંબઈઃ સની લિયોનીએ તાજેતરમાં જ તેનો 38મો જન્મદિવસ ઉજવ્યો હતો. પોર્ન ઈન્ડસ્ટ્રીમાંથી બોલિવુડ કરિયર સુધીની સંઘર્ષપૂર્ણ સફર દરમિયાન સની તેની શરતો પર જિંદગી જીવી રહી છે. સનીએ બર્થ ડે પતિ ડેનિયલ વેબર અને બાળકો નિશા, નોઆહ અને એશર સાથે મનાવ્યો. આ દરમિયાન ડેનિયલે સની માટે એક પોસ્ટ પણ કરી અને પત્નીને વિશ્વની સૌથી સેક્સી મહિલા ગણાવી.
બોલીવુડના ટોપ સ્ટાર્સમાં સામેલ આમિર ખાને પણ સનીને બર્થ ડે શુભેચ્છા પાઠવી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની સાથે ટ્વિટર પર પણ સનીને શુભકામના આપી હતી. જોકે આમિરે વિચાર્યું પણ નહીં હોય કે સનીને શુભકામના આપવાના કારણે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગશે.
સનીને શુભેચ્છા આપ્યા બાદ અનેક લોકોએ આમિરને ટ્રોલ કર્યો. બોલીવુડમાં આમિર ખાન ઉપરાંત અન્ય કોઇ ટોપ સ્ટારે સનીને શુભકામના આપી નહોતી. એક યૂઝર્સે આમિરને ઇસ્લામની યાદ અપાવીને બર્થ ડે વિશ હરામ હોવાનું જણાવ્યું.Dear @SunnyLeone, wishing you a very happy birthday. Hope you had a great day. Wishing you a great year ahead, and many happy returns of this very special day. Love. a.
— Aamir Khan (@aamir_khan) May 13, 2019
અન્ય એક યૂઝર્સે પૂછ્યું કે, સર કઈ લાઈનમાં આવી ગયા છો તમે ? જેનો જવાબ આપતાં એક યૂઝર્સે લખ્યું, જે લાઇનમાં તમારા પ્રધાનમંત્રી પહેલાથી જ છે.Thank you! Thank you! So sweet of you! https://t.co/jqWVT4FutQ
— Sunny Leone (@SunnyLeone) May 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement