શોધખોળ કરો
Advertisement
અભિનેતા સલમાન ખાનના ઘરમાં શોકનો માહોલ, સલાનના પિતરાઈ ભાઈનું થયું નિધન, જાણો
આખો દેશ કોરોના વાયરસના કારણે ભય હેઠળ જીવી રહ્યો છે ત્યારે બીજી તરફ અભિનેતા સલમાન ખાનના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
મુંબઈ: આખો દેશ કોરોના વાયરસના કારણે ભય હેઠળ જીવી રહ્યો છે ત્યારે બીજી તરફ અભિનેતા સલમાન ખાનના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સલમાન ખાનના પિતરાઈ ભાઈ અબ્દુલ્લા ખાનનું નિધન થયું છે. સલમાન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અબ્દુલ્લા સાથેની તસવીર શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. અનેક સેલેબ્સે દુખ વ્યક્ત કર્યું હતું.
સ્વાસ્થ્યને લગતી તકલીફના કારણે અબ્દુલ્લાને થોડાં દિવસો પહેલા જ કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તેના મોતનું કોરોના સાથે કોઈ કનેક્શન નથી પરંતુ ફેફસાનું કેન્સર હોવાથી તેનું મૃત્યું થયું હોવાનં જાણવા મળ્યું છે. અબ્દુલ્લા સલમાન ખાનના પિતા સલીમ ખાનની નાની બહેનનો દીકરો હતો. આ સમાચારથી પરિવારમાં શોક છવાઈ ગયો છે. સલમાન અને અબ્દુલ્લા સાથે ફિટનેસ ટ્રેનિંગ કરતા હતા અને બંને વચ્ચેનું બોન્ડિંગ પણ જબરદસ્ત હતું. સલમાન ખાને અબ્દુલ્લા સાથેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યું છે કે, તને હંમેશા પ્રેમ કરતાં રહીશું. અબ્દુલ્લાએ આમ તો આજ સુધી કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી, પરંતુ તેની સલમાન સાથે તસવીરો અને વીડિયો અવારનવાર સામે આવતા રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement