શોધખોળ કરો
Advertisement
અક્ષય કુમાર પત્ની ટ્વિંકલ ખન્ના માટે લાવ્યો અનોખી ગિફ્ટ? તસવીર જોઈને તમે ચોંકી જશો
ટ્વિંકલ ખન્નાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડુંગળીવાળી ઈયરરિંગ્સની એક તસવીર પોસ્ટ કરી છે. ટ્વિંકલના કહ્યા પ્રમાણે, આ ઈયરરિંગ્સ અક્ષય કુમાર તેના માટે લઈને આવ્યો છે.
બોલવૂડ અભિનેતા અક્ષય કુમાર અને પત્ની ટ્વિંકલ ખન્ના જાણીતો ચહેરો છે અને બન્ને સોશિયલ મીડિયા ગમે તે બાબતે ચર્ચામાં રહેતા હોય છે. હવે ટ્વિંકલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડુંગળીવાળી ઈયરરિંગ્સ પોસ્ટ કરી છે. જોકે આજે ટ્વિંકલ ખન્નાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડુંગળીવાળી ઈયરરિંગ્સની એક તસવીર પોસ્ટ કરી છે. ટ્વિંકલના કહ્યા પ્રમાણે, આ ઈયરરિંગ્સ અક્ષય કુમાર તેના માટે લઈને આવ્યો છે.
આ તસવીરને શેર કરતા ટ્વિંકલે લખ્યું હતું કે, કપિલ શર્માના શો પર ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ના પ્રમોશન દરમિયાન આ ઈયરરિંગ્સ કરીનાને આપવામાં આવી હતી પરંતુ આ તેમને પસંદ આવી તો અક્ષય મારા માટે લઈ આવ્યો હતો.
ટ્વિંકલ લખે છે કે, મારો પાર્ટનર કપિલ શર્મા શોમાં પરફોર્મ કરીને આવ્યો અને કહ્યું હતું કે, આ ઈયરરિંગ્સ કરીનાને બતાવી રહ્યા હતા પરંતુ મને નથી લાગતું કે તે વધારે ઈમપ્રેસ થઈ શકે. પરંતુ હું જાણતો હતો કે આ તને ખૂબ પસંદ આવશે. જેના કારણે હું આ તારા માટે લઈને આવ્યો. ક્યારેક-ક્યારેક વસ્તુ ખૂબ નાની, બેવકૂફી ભરેલી હોય છે જે તમારા દિલને સ્પર્શી જાય છે. કપિલના શો પર અક્ષય અને કરીના પોતાની આગામી ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ના પ્રમોશન માટે પહોંચ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement