શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદૂકોણ બાદ હવે રીતિક રોશન કરશે હોલિવૂડ ડેબ્યૂ!
મીડિયા રિપોર્ટ્સ મુજબ રિતીક હોલીવૂડમાં જવાની તૈયારીમાં છે. પ્રિયંકા ચોપરા અને દીપિકા બાદ રીતિક રોશન હોલીવૂડમાં ડેબ્યૂ કરી શકે છે.
![પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદૂકોણ બાદ હવે રીતિક રોશન કરશે હોલિવૂડ ડેબ્યૂ! Actor Hrithik roshan ready to enter hollywood industry પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદૂકોણ બાદ હવે રીતિક રોશન કરશે હોલિવૂડ ડેબ્યૂ!](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/02012624/Hritik-roshan.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: બોલીવૂડ અભિનેતા રીતિક રોશનની હાલમાં જ આવેલી બે ફિલ્મો વોર અને સુપર 30 બોક્સ ઓફિસ પર કમાણી કરવા મામલે સફળ રહી છે. એવામાં મીડિયા રિપોર્ટ્સ મુજબ રિતીક હોલીવૂડમાં જવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રિયંકા ચોપરા અને દીપિકા બાદ રીતિક રોશન હોલીવૂડમાં ડેબ્યૂ કરી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેલિફોર્નિયાની એજન્સી ગેર્શએ રીતિક રોશનને સાઈન કર્યો છે. મેનેજર અમૃતા સેન અને ભારતમાં KWAN કંપની સાથે મળીને તેનું પ્રતિનિધિત્વ કરશે.
અમૃતા સેને કહ્યું હતું કે રીતિક હંમેશાંથી મહેનતી રહ્યો છે. છેલ્લાં 20 વર્ષથી રીતિક રોશન ભારતીય સિનેમાને નવી ઊંચાઈઓ પર લઈ ગયો છે. રીતિક એ વાતને લઈ ઉત્સાહી છે કે તે ગ્લોબલ માર્કેટ માટે વિશ્વના અન્ય દેશોની વાર્તાઓ વધુ મજબૂત બનશે. વધુમાં અમૃતાએ કહ્યું હતું કે રીતિકના નેતૃત્વમાં તેનું લક્ષ્ય એ છે કે તે ભારતને વૈશ્વિકરણ તથા વિવિધતાની દિશામાં આગળ વધારે.
ઉલ્લેખનીય છે કે રીતિકે વર્ષ 2000માં કહો ના પ્યાર હૈં ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. બાદ રીતિક રોશને ધૂમ 2, જોધા અકબર,ઝિંદગી ના મિલેંગી દોબારા,અગ્નિપથ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)