શોધખોળ કરો
ચેન્નઈ એક્સપ્રેસના પ્રોડ્યૂસર પર લાગ્યા યૌન શોષણના આરોપ, એક્ટ્રેસે કહ્યું - મારી સાથે રેપ કરીને બ્લેકમેઈલ કરતો હતો
1/5

નવી દિલ્હી: મીટૂ કેમ્પેઈનથી બોલિવૂડમાં હાહાકાર મચી ગયો છે. અનેક અભિનેતા અને નિર્માતાઓ પર યૌન શોષણના આરોપ લાગી રહ્યા છે અને મોટા મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે વધુ એક એક્ટ્રેસે પ્રોડ્યૂસર પર આરોપ લગાવ્યો છે. ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસના પ્રોડ્યૂસર કરીમ મોરાની પર દિલ્હીની એક સ્ટ્રગલિંગ એક્ટ્રેસે જાતિય શોષણનો આરોપ લગાવ્યો છે.
2/5

એક્ટ્રેસે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, હું 2014માં મુંબઈ શિફ્ટ થઈ હતી તે કરીમને ખબર હતી. વર્ષ 2015માં કરીમ વાઈનની બોટલ સાથે તેના ઘરે આવ્યો હતો અને તેને પીવા માટે મજૂબર કરી હતી.
Published at : 12 Oct 2018 04:42 PM (IST)
View More





















