શોધખોળ કરો
Advertisement
પતિ રણવીર સિંહને છોડીને પત્ની દીપિકા પાદુકોણે કોની સાથે સેલિબ્રેટ કર્યો બર્થ-ડે? જાણો
રણવીર સિંહ પત્ની દીપિકા સાથે બર્થ-ડે ઉજવે તે પહેલાં જ ફિલ્મ ‘છપાક’ની ટીમે ઉજવી લીધો હતો. સેલિબ્રેશન સમયે દીપિકા પાદુકોણ ઘણી જ ખુશ જોવા મળી.
મુંબઈ: અભિનેતા રણવીર સિંહ પત્ની દીપિકા પાદુકોણ સાથે પ્રેમનો એકરાર કરવાની એકપણ તક છોડતો નથી. એવોર્ડ સમારંભ હોય કે કોઈ પ્રેસ કોન્ફરન્સમાં હોય તે પોતાના મૂડમાં જ રહે છે. તે પોતાની પત્ની દીપિકાને સ્પેશિયલ ફીલ કરાવવા માટે કંઈ પણ કરી શકે છે. જોકે, તેમની પાસેથી એક મોટી તક ‘છપાક’ ટીમે લઈ લીધી હતી. પાંચ જાન્યુઆરી એટલે આજે દીપિકાનો જન્મદિન છે.
રણવીર સિંહ પત્ની દીપિકા સાથે બર્થ-ડે ઉજવે તે પહેલાં જ ફિલ્મ ‘છપાક’ની ટીમે ઉજવી લીધો હતો. ફિલ્મ ‘છપાક’ની ટીમે શનિવાર સાંજે જ દીપિકા પાદુકોણ સાથે કેક કાપીને બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો.
આ અંગે દીપિકા પાદુકોણે જણાવ્યું હતું કે, આ વર્ષે તે લખનઉના ‘શીરોઝ’ કેફેમાં એસિડ અટેક સર્વાઈવર્સ સાથે પોતાનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. આ કેફેની બે બ્રાંચ છે, એક લખનઉમાં અને બીજી આગ્રામાં છે. આ બંને બ્રાંચ એસિડ અટેક સર્વાઈવર્સ ચલાવે છે.
આ કેફેમાં કામ કરતી ચાર એસિડ અટેક સર્વાઈવરે ‘છપાક’માં કામ કર્યું છે. હરિયાણાની ઋતુ સૈનીએ દીપિકાની ફ્રેન્ડનો રોલ પ્લે કર્યો છે. દીપિકા એસિડ અટેક સર્વાઈવર્સને મળવા આવી હતી અને તેમની સાથે જ બર્થડે સેલિબ્રેટ કર્યો હતો.
સેલિબ્રેશન સમયે દીપિકા પાદુકોણ ઘણી જ ખુશ જોવા મળી હતી. આ પ્રસંગે મેઘના ગુલઝાર અને વિક્રાંત મૈસી પણ ખાસ હાજર રહ્યાં હતાં. દીપિકા પાદુકોણને વિક્રાંતે કેક ખવડાવી હતી.
આ પ્રસંગે તેમને એક સવાલ પૂછવામાં આવ્યો હતો જેમાં દીપિકાએ કહ્યું હતું કે, કપિલ દેવ પર બની રહેલી ફિલ્મ ‘83’માં કામ કરવું તેના અને રણવીર માટે ઘણું મજાનું છે. કારણ કે આમાં ભારેભરખમ ડાયલોગ્સ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement