શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બોલીવૂડ એક્ટ્રેસ દીપિકા પાદૂકોણની થશે રાજકારણમાં એન્ટ્રી ? આ મંત્રી પદ મેળવવાની ઈચ્છા કરી જાહેર, જુઓ વીડિયો
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ટોપ એક્ટ્રેસમાં ગણતરી થાય છે. એક બાદ એક હિટ ફિલ્મો દીપિકા આપી ચુકી છે. બોલીવૂડમાં દીપિકા પાદૂકોણ છવાયેલી છે. દીપિકા પાદૂકોણે જણાવ્યું કે તે રાજકારણમાં આવશે તો રાજનેતા બની તે શું કરવા માંગશે. દીપિકાએ કહ્યું, સાચુ કહુ તો હુ રાજકારણ વિશે વધારે કોઈ જાણકારી નથી. પરંતુ જો મને તક મળશે તો હું સ્વચ્છ ભારત મંત્રી બનવા માંગીશ. દીપિકાએ કહ્યું સ્વચ્છતાને લઈને હું સજાગ છું.
બોલીવૂડ એક્ટ્રેસ દીપિકા 'લોકમત મહારાષ્ટ્રીય ઑફ ધ યર 2019' એવોર્ડ ફંક્શનમાં હાજરી આપવા માટે પહોંચી હતી. દીપિકા પાદુકોણે પોતાના બાળપણનો એક કિસ્સો શેર કર્યો હતો. દીપિકાએ જણાવ્યુ કે જ્યારે હું નાની હતી ત્યારે બધા મને તેમના ઘરે રહેવા માટે બોલાવતા હતા અને મને લાગતુ હતુ કે હું બહુ ફેમસ છુ, પરંતુ બાદમાં મને ખબર પડી કે એ મને માત્ર એટલા માટે બોલાવતા હતા કે તેમના બેડરૂમ અને કબાટને સાફ કરી શકુ. હું જ્યારે ઘરે રહુ છુ તો સફાઈ કરતી રહુ છુ. દીપિકા પાદુકોણ ઘણા સમયથી ફિલ્મોમાં જોવા નથી મળી અને તે હવે 'છપાક'નું શૂટિંગ શરૂ કરી શકે છે. વાંચો: ફિલ્મ 'મણિકર્ણિકા'માં કંગનાએ દોડાવ્યો હતો નકલી ઘોડો, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion