શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ કંગના રનૌતે લોકડાઉન દરમિયાન 5 કિલો વજન ઘટાડ્યું
કંગનાએ લોકડાઉન દરમિયાન 5 કિલો વજન ઘટાડ્યું છે. વજન ઘટાડવા માટે કંગના ઘરે જ ટ્રેનરની મદદથી વર્કઆઉટ કરી રહી છે.
મુંબઈ: કોરોના વાયરસની મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત મનાલીમાં તેના ઘરે છે. કંગના લોકડાઉન દરમિયાન પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપી રહી છે. કંગનાએ લોકડાઉન દરમિયાન 5 કિલો વજન ઘટાડ્યું છે. વજન ઘટાડવા માટે કંગના ઘરે જ ટ્રેનરની મદદથી વર્કઆઉટ કરી રહી છે.
કંગનાની ટીમે સોશિયલ મીડિયા પર તેનો એક વર્કઆઉટનો વીડિયો શેર કરી લખ્યું હતું કે, મોટિવેટેડ રહો અને આળસને તમારી આસપાસ પહોચવા ન દો. તેણે 5 કિલો વજન ઉતાર્યું. કંગના રનૌત 2 મહિનામાં 20 કિલો વજન ઘટાડવાની છે જેથી તે તેની આગામી ફિલ્મ ધાકડના રોલ માટે ફિટ થઇ શકે.
કંગના રનૌતે લોકડાઉન પહેલાં ફિલ્મ થલાઈવીના શૂટિંગમાં વ્યસ્ત હતી. આ ફિલ્મ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક છે. ફિલ્મમાં જયલલિતાના રોલ માટે કંગનાએ વજન વધાર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion