શોધખોળ કરો
Advertisement
અર્જુન કપૂર સાથે ફિલ્મ જોવા પહોંચી મલાઈકા અરોરા, જ્હાનવી કપૂર પણ સાથે જોવા મળી
મલાઈકા અર્જુન કપૂર સાથે તેની ફિલ્મ ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડની સ્ક્રીનિંગમાં પહોંચી હતી. અર્જુન કપૂર અને મલાઈકાએ પ્રથમ વખત કેમેરા સામે પોઝ આપ્યા હતા.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા અર્જુન કપૂર છેલ્લા ઘણા સમયથી મલાઈકા અરોરા સાથેના રિલેશનને લઈને ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમયથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. મલાઈકા અર્જુન કપૂર સાથે તેની ફિલ્મ ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડની સ્ક્રીનિંગમાં પહોંચી હતી.
અર્જુન કપૂર અને મલાઈકાએ પ્રથમ વખત કેમેરા સામે પોઝ આપ્યા હતા. આ દરમિયાન ફિલ્મની સ્ક્રીનિંગમાં મલાઈકા અને અર્જુન સાથે તેના પરિવારના સભ્યો પણ સામેલ થયા હતા. જ્હાનવી કપૂર પણ મલાઈકા અરોરા સાથે જોવા મળી હતી.View this post on Instagram#arjunkapoor #malaikaarora #janhvikapoor and #anshulakapoor snapped post movie screening last night
અર્જુન કપૂર અને મલાઈકાએ પોતાના સંબંધોને લઈને કોઈ ઓફિશિયલ જાહેરાત નથી કરી. આ બીજી વખત હતું કે મલાઈકા આ ફિલ્મની સ્ક્રીનિંગમાં પહોંચી હતી.
આ દરમિયાન મલાઈકા વ્હાઈટ ટોપમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. અર્જુન કપૂર બ્લેક ટીશર્ટ અને બ્લૂ ડેનિમ જીન્સમાં જોવા મળ્યો હતો.
છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે બંને થોડા સમયમાં લગ્નના બંધનમાં બંધાશે પરંતુ બંને આ રિપોર્ટ્સને માત્ર અફવા ગણાવી રહ્યા છે. થોડા સમય પહેલા અર્જુને ખુલાસો કર્યો હતો કે મલાઈકા તેના માટે ખાસ છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement