શોધખોળ કરો
Advertisement
ક્રિકેટર હાર્દિક પંડ્યા હવે આ અભિનેત્રીને કરી રહ્યો છે ટેડ? દુબઈમાં બંન્ને સાથે માણી રહ્યા છે વેકેશનની મજા? જાણો
હવે હાર્દિક પંડ્યાનું નામ વધુ એક બોલિવૂડ અભિનેત્રી સાથે જોડાયું છે. હાર્દિક પંડ્યાએ તાજતેરમાં તેના સોશિયલ પેજ પર એક તસવીર પોસ્ટ કરી છે જે ચર્ચામાં છે.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા રમતની સાથે તેની લવ લાઈફને કારણે પણ સતત ચર્ચામાં રહેતો હોય છે. હાર્દિક પંડ્યાનું નામ કેટલીક બોલિવૂડ અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. જોકે છેલ્લા ઘણાં સમયથી એવા સમાચાર સામે આવ્યા છે કે, તે અભિનેત્રી ઉર્વશી રૌતેલાને ડેટ કરી રહ્યો છે. જોકે એવી અફવાઓ ફેલાતા અભિનેત્રીએ ચોખવટ કરી કે તેમની વચ્ચે કોઈ અફેર નથી ત્યારે જ તેનો અંત આવી ગયો હતો.
જોકે હવે હાર્દિક પંડ્યાનું નામ વધુ એક બોલિવૂડ અભિનેત્રી સાથે જોડાયું છે. હાર્દિક પંડ્યાએ તાજતેરમાં તેના સોશિયલ પેજ પર એક તસવીર પોસ્ટ કરી છે જે ચર્ચામાં છે. હાર્દિક પંડ્યા હાલ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે રિલેશનશિપમાં છે. બન્ને હાલ દુબઈમાં વેકેશનની મજા માણી રહ્યા છે. હાર્દિક અને નતાશા દુબઈમાં ક્વાલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે એમ મીડિયા રિપોર્ટ પ્રમાણે જાણવા મળ્યું છે.
ઈન્સ્ટાગ્રામ પર નતાશા અને હાર્દિક પાંડ્યાએ દુબઈથી તસવીરો પોસ્ટ કરી છે. હાર્દિક તસવીરમાં સમુદ્ર કિનારે ઉભો જોવા મળી રહ્યો છે જ્યારે નતાશા સ્વિમિંગ પૂલ નજીક જોવા મળે છે. જોકે બંને પોતાની અલગ-અલગ અને એકલી તસવીરો પોસ્ટ કરી છે. પરંતુ બંને સાથે હોવાની વાત ફેલાઈ રહી છે.View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, આ પહેલા મુંબઈના બાંદ્રામાં હાર્દિક પંડ્યા નતાશાને લઈ પાર્ટીમાં પણ પહોંચ્યો હતો. હાર્દિક નતાશાને લઈ ગંભીર છે અને નતાશાને પરિવારથી પણ મળાવી છે. નતાશા ‘નચ બલિએ 9’ અને ‘બીગ બોસ 8’ જેવા રિયલિટી શોમાં નજરે આવી હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement