Shocking! આ લોકપ્રિય અભિનેત્રી મિત્રો સાથે ફરવા ગયેલી અને પછી નદીમાંથી મળી આવ્યો મૃતદેહ, જાણો શું છે ઘટના
આ લોકપ્રિય અભિનેત્રીનો મૃત દેહ નદીમાંથી મળતા તેના પરિવાર અને ફેન્સમાં સ્તબ્ધ થઇ ગયા છે. અચાનક અભિનેત્રીના મોતના સમાચારથી તેના પરિવાર, મિત્રો અને ફેન્સમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Actress Death:આ લોકપ્રિય અભિનેત્રીનો મૃત દેહ નદીમાંથી મળતા તેના પરિવાર અને ફેન્સમાં સ્તબ્ધ થઇ ગયા છે. અચાનક અભિનેત્રીના મોતના સમાચારથી તેના પરિવાર, મિત્રો અને ફેન્સમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
થાઇલેન્ડની લોકપ્રિય અભિનેત્રીનું નિધન થતાં થાઇલેન્ડના મનોરંજન જગતમાં અને તેના ફેન્સમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઉલ્લેખનિય છે કે, થાઇલેન્ડની આ ફેમસ અભિનેત્રી નિદા પચરાવીરફોંગ તેમના થોડા મિત્ર સાથે બોટિંગ કરવા ગઇ હતી પરંતુ દુર્ઘટનાના કારણે બોટ પલટી જતાં નિદા પચરાવીરફોંગનું નિઘન થયું છે. નિદાએ અનેક ફિલ્મમાં કામ કર્યું છે. આ સિવાય તે ટેલિવિઝનના અનેક સીરિઝમાં પણ કામ કરી ચૂકી છે. તે છેલ્લે ટેલિવિઝનના 'The Fallen Leaf (2019)'માં જોવા મળી હતી.
નિદા પચરાવીરફોંગનું તેના પાંચ મિત્રો અને તેના મેનેજર સાથે પ્લેઝર ટ્રીપ માટે ગઇ હતી. બોટિંગ સમયે સ્પીડ બોટ પલટી જતા 37 વર્ષિય અભિનેત્રી નિદાનું નિધન થયું છે, દુર્ભાગ્યાવશ નિદાએ લાઇફ જેકેટ ન પહેર્યું હોવાથી પાણીમાં ડૂબી જતા અભિનેત્રીએ જિંદગી ગૂમાવી. આ દુર્ઘટના રામા બ્રિજ નજીક નોર્થાબુરી નજીક ઘટી હતી.
નિદાના માતાને જ્યારે આ ઘટનાની જાણ થઇ તો તેમણે ઘટના અંગે શંકા વ્યક્ત કરતા આ ઘટના મુદ્દે પોલીસ ફરિયાદ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, આ દુર્ઘટના નથી પરંતુ મારી દીકરીને ધક્કો મારી નદીમાં ફેકી દેવાઇ છે. જો કે આ મર્ડર છે કે દુર્ઘટનાથી મોત થયું તે તે મુદે પોલીસે અભિનેત્રીની માતાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
નિદા પચરાવીરફોંગ થાઇલેન્ડની ખૂબ જ ફેમસ અને સફળ અભેનેત્રી હતી. તે ખૂબ જ લોકપ્રિય છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 1.5 મિલિયન ફોલોવર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર તેની છેલ્લી પોસ્ટ સનસેટના ફોટો સાથે છે. તેમણે આ ફોટોને શેર કરતા લખ્યું છે કે, "ધ સન સેટ ટૂ રાઇઝ અગેન" નિદા પચરાવીરફોંગના લાખો ફેન્સ સોશિયલ મીડિયા પર નિદા પચરાવીરફોંગને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
