શોધખોળ કરો
Advertisement
ટીવીની આ હૉટ એક્ટ્રેસને થઈ સ્કીનની ગંભીર બિમારી, દિવસે ઘરની બહાર પણ નિકળવાની ડોક્ટરે ના પાડી....
આ બિમારીના કારણે રશ્મિ દેસાઇનું વજન પણ વધી ગયું હતું. ડૉક્ટરે તેને દિવસે ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવી છે. કેમકે તડકામાં આ બીમારી વધુ વકરી શકે છે
મુંબઇઃ ટીવી સિનેમાની હૉટ એક્ટ્રેસ રશ્મિ દેસાઇ હવે નવી બિમારીના સકંજામાં આવી ગઇ છે. 'ઉતરન', 'દિલ સે દિલ તક' તથા 'બેલનવાલી બહૂ' જેવી સિરિયલ્સમાં કામ કરી ચૂકેલી ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ છેલ્લાં કેટલાય સમયથી સ્કીન રોગથી પીડાઇ રહી છે. હાલમાં જ રશ્મિ દેસાઈએ ખુલાસો કર્યો હતો કે તેને સ્કિન સંબંધિત બીમારી સૉરાયસિસ થઈ હતી.
આ બિમારીના કારણે રશ્મિ દેસાઇનું વજન પણ વધી ગયું હતું. ડૉક્ટરે તેને દિવસે ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવી છે. કેમકે તડકામાં આ બીમારી વધુ વકરી શકે છે.
રશ્મિએ કહ્યું હતું, 'છેલ્લાં કેટલાંક મહિનાથી મને હેલ્થ ઈશ્યૂ છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં મને સૉરાયસિસ હોવાની જાણ થઈ હતી. આ બીમારી ઠીક થવામાં થોડો સમય લાગે છે અને ઘણીવાર આ ક્યારેય મટતી નથી. છેલ્લાં ચાર મહિનાથી હું સ્ટિરૉઈડ ટ્રીટમેન્ટ પ્રોગ્રામ પર હતી. જેને કારણે મારું વજન પણ વધી ગયું છે.'
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement