શોધખોળ કરો
એક્ટ્રેસ સારા અલી ખાને રિક્ષામાં કરી સવારી, વીડિયો વાયરલ
બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન મુંબઈમાં ઓટો રિક્ષાની સવારી કરતી નજર આવી હતી. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન થોડા સમય પહેલા જ ન્યૂયોર્ક હોલિડે એન્જોય કરીને પરત ફરી છે. ત્યારે મુંબઈમાં શુક્રવારે સારા એક ઓટો રિક્ષાની સવારીની મઝા માણતી નજર આવી હતી. સારા અલી ખાનની રીક્ષામાં મુસાફરી કરી રહી હતી તેની તસ્વીર અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
સારા અલી ખાને ફિલ્મ કેદારનાથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ડેબ્યૂ કેટેગરી માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે. હાલમાં સારા ઇમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજ કલ ની સીક્વલમાં નજર આવનારી છે. ફિલ્મમાં કાર્તિક આર્યન અપોઝિટ રોલમાં છે.
વધુ વાંચો




















