શોધખોળ કરો
આ એક્ટ્રેસની અચાનક તબિયત બગડતાં કરાવવી પડી ઈમરજન્સી સર્જરી, સોશિયલ મીડિયા પર લખી ભાવુક પોસ્ટ
શ્રુતિએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફોટો શેર કર્યો. જેમાં લખ્યું, આખરે વર્ષ 2020 મારા માટે પણ ખરાબ બનીને આવ્યું.
![આ એક્ટ્રેસની અચાનક તબિયત બગડતાં કરાવવી પડી ઈમરજન્સી સર્જરી, સોશિયલ મીડિયા પર લખી ભાવુક પોસ્ટ Actress Shruti Seth undergoes emergency surgery check details આ એક્ટ્રેસની અચાનક તબિયત બગડતાં કરાવવી પડી ઈમરજન્સી સર્જરી, સોશિયલ મીડિયા પર લખી ભાવુક પોસ્ટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/30150441/shruti-seth.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
એક્ટ્રેસ શ્રુતિ સેઠ તાજેતરમાં ઈમરજન્સી સર્જરી કરાવી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા લોકોને જાણકારી આપી છે. શ્રુતિએ જણાવ્યું, અચાનક તબિયત ખરાબ થઈ ગઈ હતી. જે બાદ ડોક્ટરોએ ઈમરજન્સી સર્જરી કરાવવાની સલાહ આપી હતી. હાલ તબિયત પેહેલા કરતાં સારી છે.
શ્રુતિએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફોટો શેર કર્યો. જેમાં લખ્યું, આખરે વર્ષ 2020 મારા માટે પણ ખરાબ બનીને આવ્યું. હું ઈચ્છતી હતી કે ક્રિસમસ એન્જોય કરું, ન્યૂ યર સેલિબ્રેટ કરું પરંતુ સંજોગવશાત થઈ શક્યુ નથી. મારે ઇમરજન્સી સર્જરી કરાવવી પડી છે. તેણે કહ્યું, સમય આપણને ઘણું શીખવે છે. તમે દરેક સમય સ્વસ્થ ન રહી શકો.
">
શ્રુતિની આ પોસ્ટ પર લોકોએ પ્રતિક્રિયા આપી છે. શ્રુતિના ચાહકોએ લખ્યુ, વર્ષ 2020 કોઈ માટે સારું રહ્યું નથી. તમે તમારો ખ્યાલ રાખજો. એક યૂઝરે લખ્યું, અચાનક હાલત કેવી રીતે બદલાઈ જાય છે તે ખબર પણ પડતી નથી. તમે વધારે ન વિચારો, આરામ કરો.
શ્રુતિએ શરારત, દેશમાં નિકલા હોગા ચાંદ, ક્યો હોતા હૈ પ્યાર અને કોમેડી સર્કસ જેવા શો ઉપરાંત અનેક ફિલ્મોનો હિસ્સો રહી છે. તેણે ખૂબ ઓછા સમયમાં લોકોના દિલમાં સ્થાન જમાવ્યું છે. આ ઉપરાંત શ્રુતિએ ફના, રાજનીતિ, આગે સે રાઇટ જેવી ફિલ્મોમાં રોલ કર્યો છે.
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)