સોનમ કપૂર બોલિવુડની એક એવી અદાકારા છે જેનું નામ પહેલી ફિલ્મ ‘સાવરિયા’થી જ મીડિયામાં છવાઈ ગયું હતું. અભિનેત્રી સોનમ કપૂરે આનંદ આહૂજાની સાથે પોતાના રિલેશન ગયા વર્ષે ઓફિશિયલ કરી દીધા હતા. થોડા સમય પહેલા બંને લંડનમાં એક સાથે વેકેશન એન્જોય કરવા ગયા હતા પરંતુ ત્યારે બંનેમાંથી કોઈએ આ રિલેશન વિશે જાહેરમાં કંઈ કહ્યું હતું નહીં.
સોનમ કપૂરની બહેન રિયાએ રિસોર્ટના માલિકોને મનાવવા માટે કહ્યું હતું કે, જો સોનમના મેરેજ ત્યાં થશે તો તેમના રિસોર્ટને વધારે પબ્લિસિટી મળશે. પરંતુ રિસોર્ટના માલિકોએ સ્પષ્ટ કહી દીધું કે, રિસોર્ટની પોલીસીમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, મનપસંદ રિસોર્ટમાં બુકિંગ ન મળવાના કારણે સોનમ કપૂર અને આનંદ આહૂજાએ લગ્નની તારીખ અને વેન્યુ બદલવું પડ્યું છે. સોનમ કપૂર જીનીવાના રિસોર્ટમાં મેરેજ કરવા માંગતી હતી. પરંતુ તેની પહેલા એક સાઉદી પ્રિન્સેસના મેરેજ માટે તે જગ્યાનું બુકિંગ થઈ ગયું હતું.
ઉલ્લેખનીય છે કે, પહેલા આ મેરેજનું વેન્યુ સ્વીત્ઝલેન્ડ નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લીઘડીએ તેને બદલી મુંબઈ કરી દેવામાં આવ્યું છે. હવે મેરેજનું વેન્યુ બદલવાનું કારણ સામે આવ્યું છે.
સોનમની ફેમિલી અને તેના ફ્રેન્ડસે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. સોનમ કપૂરના લગ્નને બસ થોડા દિવસ બાકી છે ત્યારે સંગીત સેરેમનીની તૈયારી પણ શરૂ થઈ ગઈ હોય તેવું લાગે છે. સોનમ કપૂરની સંગીત સેરેમનીને ફરાહ ખાન કોરિયોગ્રાફ કરશે. સોનમ કપૂરે તેમનું ગેસ્ટ લિસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. સોનમના લગ્નમાં તેના પરિવાર અને નજીકના ફ્રેન્ડસ અને બોલિવુડ કેટલાક લોકો સામેલ થશે.
સોનમ કપૂર અને આનંદ આહૂજા 6 અને 7 મેના રોજ મુંબઈમાં લગ્નગ્રંથીથી જોડાશે. જો કે, હજુ સુધી કપૂર પરિવાર તરફથી આ વિશે સત્તાવાર માહિતી આપી નથી. કપૂર પરિવાર મુંબઈમાં જ બધાં વેડિંગ ફંક્શન ધૂમધામથી સેલિબ્રેટ કરવા માંગે છે.
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂર અને બોયફ્રેન્ડ આનંદ આહૂજાના લગ્નના કારણે બંન્ને આજકાલ ચર્ચાનો વિષય બન્યા છે. લગ્નની ખબરો વચ્ચે આ બંને સોમવારે એકસાથે કેમેરામાં કેદ થયા હતા. આ ફોટાને જોઈ તે સ્પષ્ટ કહી શકાય નહીં કે, બંને મેરેજની શોપિંગ માટે ક્યાંક બહાર જઈ રહ્યા છે પરંતુ એટલું જરૂર કહી શકાય કે, બંને મેરેજ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. કદાચ આ કારણે જ બંને મીડિયાની સામે પૂરા વિશ્વાસથી સામે આવી રહ્યા છે.
Pooja Bhalekar Photos: લાઈટ પિંક બિકીનીમાં પૂજા ભાલેકરે કેમેરા સામે ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર
Kate Sharma PHOTO: કેટ શર્માએ પોતાની બોલ્ડનેસથી ફેન્સના ધબકારા વધાર્યા
Nikki Tamboli Pics: નિક્કી તંબોલીએ કેમેરા સામે આપ્યા હટકે પોઝ,તસવીરોમાં જુઓ અભિનેત્રીનો બોલ્ડ અવતાર
Nora fatehi : વર્ષ 2024માં નોરા ફતેહીના આ સ્ટાઈલિશ સાડી લૂક ચર્ચામાં, જુઓ તસવીરો
Samantha Ruth Prabhuએ 'બેબી જૉન' માટે કરી હતી કીર્તિ સુરેશના નામની ભલામણ, એક્ટ્રેસે કર્યો ખુલાસો
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન