શોધખોળ કરો

પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન

રાજ્યભરમાં પાણી સમિતિઓ કાર્યરત; ૭૦ ટકાથી વધુ મહિલા સભ્યો ધરાવતી ૧,૩૭૯ પાણી સમિતિને રૂ. ૬ કરોડથી વધુની પ્રોત્સાહિત રકમ અપાઈ

Drinking water problem toll free number: આજે ટેક્નોલોજી અને ઈન્ટરનેટનો યુગ છે ત્યારે રાજ્ય સરકારે પણ આ દિશામાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને રજૂઆતો  સમસ્યાઓનું નિવારણ લાવવાનું સુનિશ્ચિત કર્યું છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં પેયજળને લાગતી સમસ્યાને બનતી ત્વરાએ નિકાલ લાવવા પાણી પુરવઠા વિભાગ દ્વારા ૧૯૧૬ ટોલ ફ્રી નંબર અને www.watersupply.gujarat.gov.in વેબસાઈટ અમલી બનાવી છે.

રાજ્યમાં વર્ષ ૨૦૧૮થી પાણી પુરવઠા વિભાગ દ્વારા ૨૪ x ૭ હેલ્પલાઇન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. આ સેન્ટર અને વેબસાઈટ ઉપર અત્યાર સુધી ૧,૮૨,૪૬૪ રજૂઆતો નોંધાઈ છે. જે પૈકી ૧,૮૨,૩૩૧ એટલે કે ૯૯.૯૨ ટકા રજૂઆતોનો સંતોષકારક ઉકેલ  નિકાલ કરીને, ‘જલ હી જીવન હે’ની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે.

જીવન જીવવા માટે પાણી ખૂબ જ આવશ્યક છે, ત્યારે ટકાઉ વિકાસ માટે પાણીની અગત્યતાને ગુજરાત સરકારે સારી રીતે સમજી, તેને સંલગ્ન અનેકવિધ પગલા  આગવી પહેલ હાથ ધરી છે. જેના પરિણામે રાજ્યના છેવાડાના માનવી સુધી શુદ્ધ પાણી તેમજ પાયાની તમામ સુવિધા પહોચાડી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં તેમજ જળ સંપત્તિ  પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના સબળ નેતૃત્વમાં ગુજરાતે દેશભરમાં ‘સુશાસન’ની એક આગવી ઓળખ ઊભી કરી છે.

રાજ્યના તમામ ગામોમાં પાણી સમિતિઓ કાર્યરત

રાજ્યની બહેનોને જળ ક્ષેત્રે બહોળો અનુભવ અને જળલક્ષી તમામ માહિતી મળે તેવા ઉમદા આશયથી પાણી સમિતિઓ કાર્યરત છે, જેમાં ૫૦ ટકા મહિલાઓનું પ્રતિનિધિત્વ હોય છે. ઉપરાંત વાસ્મો દ્વારા ૭૦ ટકાથી વધુ મહિલા સભ્યો ધરાવતી દર વર્ષે ૧૫૦ મહિલા પાણી સમિતિને પ્રતિ સમિતિ રૂ. ૫૦ હજારની પ્રાત્સાહિત રકમ આપવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યભરની ૧,૩૭૯ મહિલા સમિતિને અત્યાર સુધીમાં રૂ. ૬.૧૮ કરોડની પ્રોત્સાહિત રકમ આપવામાં આવી છે.

સાથે જ, વાસ્મો દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા – તાલુકાકક્ષાએ તાલીમ શિબિર, પ્રેરણા પ્રવાસ જેવા વિવિધ કાર્યક્રમો યોજવવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૩૮૫ તાલીમ  કાર્યશાળા અને ૨૪૧ પ્રેરણા પ્રવાસમાં અંદાજે ૪૧ હજારથી વધુ બહેનો સહભાગી થઇને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે પોતાનું મહત્તમ યોગદાન આપી રહી છે.

IoT સૉફ્ટવેર દ્વારા પેયજળના પ્રવાહ અને ગુણવત્તા મોનીટરીંગ

પાણી પુરવઠા વિભાગ દ્વારા જીઆઈએસ મેપીંગ થ્રુ મોનીટરીંગ કરવા માટે IoT સોફટવેર વિકસાવવામાં આવ્યું છે, જેના પરિણામે જળ વિતરણ – ગુણવત્તામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. IoT સૉફ્ટવેરના માધ્યમથી પાણીના પ્રવાહનું નિરીક્ષણ વિતરણ કરતી વખતે ડેટા સંગ્રહ અને વિશ્લેષણના માધ્યમથી જળ સુરક્ષા, ગુણવત્તા અને તેની સ્થિરતાને સુનિશ્ચિત કરે છે.

આ ઉપરાંત, રાજ્યના વિવિધ ભાગોમાં અત્યાર સુધીમાં ૨,૩૦૦ જેટલા IoT સૉફ્ટવેર આધારિત ઉપકરણો જેમ કે ફ્લો મીટર વગેરે તેમજ વિશ્લેષકોને સ્થાપિત કરવામાં આવ્યા છે. જે પૈકી ૨,૧૦૦ ઉપકરણોમાંથી રિમોટ ડેટા મેળવવામાં આવ્યો છે, જેનાથી રાજ્યના પાણી વિતરણ નેટવર્કને અનુકૂલિત કરવામાં આવે છે.

E.R.P. પોર્ટલ કાર્યરત

રાજ્ય સરકાર દ્વારા પાણી પુરવઠા વિભાગના કાર્યો, સંસાધનો, આયોજનનું સર્વગ્રાહી વ્યવસ્થાપન, માનવ સંસાધનો, ફરિયાદ નિવારણ, ફાઈનાન્સ અને સ્ટોર ઈન્વેન્ટરીનું સતત મોનીટરીંગ થાય તે માટે E.R.P. સોફટવેર બનાવવામાં આવ્યું છે. E.R.P. સોફ્ટવેરના માધ્યમથી ડિજિટલ કમ્યુનિકેશન, રેકોર્ડ જાળવણી, વિડીયો કોન્ફરેન્સિંગ તથા એમ્પ્લોયી મેનેજમેન્ટ જેવી તમામ કામગીરી આઈ.ટી. પ્લેટફોર્મ દ્વારા ઝડપી અને કાર્યક્ષમ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો.....

ગુજરાતમાં દારૂબંધીની પોલ ખુલી: વર્ષ ૨૦૨૪માં કરોડોનો દારૂ ઝડપાયો, જાણો ક્યા જિલ્લાંથી સૌથી વધુ દારૂ મળી આવ્યો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Google Gemini: ગૂગલ જેમિનીમાં મોટો ફેરફાર, જાણો 'પર્સનલ ઈન્ટેલિજન્સ' ફીચર કેવી રીતે બનશે અસલી આસિસ્ટન્ટ?
Google Gemini: ગૂગલ જેમિનીમાં મોટો ફેરફાર, જાણો 'પર્સનલ ઈન્ટેલિજન્સ' ફીચર કેવી રીતે બનશે અસલી આસિસ્ટન્ટ?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
Embed widget