શોધખોળ કરો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
ગોધરા મામલતદાર કચેરીમાં જોગવાઈ વિરુદ્ધ કામગીરી, 23 રૂપિયાની કામગીરી માટે 300 રૂપિયાનો ખર્ચ કરાવવામાં આવતો હોવાનું ખુલ્યું.
ગોધરામાં રેશન કાર્ડની કામગીરીમાં અરજદારોને થતી ખોટી હેરાનગતિનો પર્દાફાશ થયો છે. જિલ્લા પુરવઠા અધિકારીએ વેશપલટો કરીને ગોધરા મામલતદાર કચેરીની મુલાકાત લેતા આ ભાંડો ફૂટ્યો હતો.
1/5

જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા પોતે અરજદાર બનીને ગોધરા તાલુકા સેવા સદનમાં પહોંચ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રેશન કાર્ડની તમામ પ્રકારની કામગીરી માત્ર 23 રૂપિયામાં થતી હોવા છતાં, અરજદારોને સોગંદનામું અને બેંક ચલણ સહિત 300 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.
2/5

આ ઉપરાંત, નાયબ મામલતદાર સહિત સંબંધિત કર્મચારીઓને નિયમોની જાણ ન હોવાની હકીકત પણ સામે આવી છે.
Published at : 02 Jan 2025 07:52 PM (IST)
આગળ જુઓ





















