Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
Crime News: સરખેજ પોલીસે 400 સીસીટીવી ફૂટેજ ચકાસી 51 વર્ષીય નરાધમ આરોપીની ધરપકડ કરી.
Ahmedabad Crime News: અમદાવાદમાં એક અત્યંત શરમજનક અને કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક સગા માસાએ પોતાની 11 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીની 11 વર્ષની સગીર પુત્રી તેના માસી અને માસાના ઘરે રાત્રે રોકાઈ હતી. આ દરમિયાન આરોપી સગા માસા ફરીદ મોહમ્મદ મલેકે રાત્રિના સમયે સગીર બાળકી સાથે શારીરિક અડપલાં કરી દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની ફરિયાદ 9 ડિસેમ્બર, 2024ના રોજ સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.
પોલીસની તપાસ
આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ કમિશ્નર સાહેબ શ્રી તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે અમદાવાદ શહેર અને આજુબાજુના વિસ્તાર તેમજ મહેસાણા અને ગાંધીનગરના આશરે 400 જેટલા સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને આરોપીના મોબાઈલ નંબરની કોલ ડિટેઇલ મંગાવી તેનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો.
પકડાયેલ આરોપીની માહિતી:
- નામ: ફરીદ મોહમ્મદ (ઉંમર 51 વર્ષ)
- પિતાનું નામ: ઉસ્માનગની મોહમંધ્યુસુફ મલેક
- ધંધો: ફેબ્રિકેશન
- રહેઠાણ: મકાન નં-૮, ઉજમાપાર્ક સોસાયટી, અદાણી સ્કૂલની બાજુમાં, મકરબા, અમદાવાદ શહેર
- મૂળ વતન: ભાવસાર વાસ, ગામ કઠલાલ, જિલ્લો ખેડા
આરોપી અમદાવાદ શહેરમાં રહે છે અને ફેબ્રિકેશનનું કામ કરે છે. સરખેજ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.