શોધખોળ કરો
Advertisement
Grammy એવોર્ડ્સમાં પોતાના ડ્રેસને કારણે ટ્રોલ થઈ‘તી પ્રિયંકા, હવે આ Video થઈ રહ્યો છે વાયરલ
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ હાલમાં જ 62માં ગ્રેમી એવોર્ડ્સમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
નવી દિલ્હીઃ ગ્રેમી એવોર્ડમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં પહોંચેલ પ્રિયંકા ચોપરા સતત સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. આ વખતની તસવીર તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી હતી હવે પ્રિયંકાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા અરીસા સામે ઉભી રહીને ખુદને જોતી જોવા મળી રહી છે. આ વીડિયો પ્રિયંકા ચોપરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, ત્યાર બાદ ફેન્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
જણાવીએ કે, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ હાલમાં જ 62માં ગ્રેમી એવોર્ડ્સમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ ખાસ અવસર પર પ્રિયંકાએ ફરી એક વખત પોતાની ડ્રેસિંગસેન્સથી લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે. પ્રિયંકાએ ડિપ નેકનું વ્હાઈટ ગાઉન પહેર્યું છે, સાથે જ તેણે મેચિંગ ડાયમંડ ઇયરિંગ પહેરી હતી.View this post on Instagram
આમ તો પ્રિયંકા મોટેભાગે પોતાના આઉટફિટ્સને લઈને ચર્ચામાં રહે છે. જ્યાં એક બાજુ તેના આ આઉટફિટને લઈને તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે, ત્યારે તેને લઈને ટ્રોલ્સ પણ કરવામાં આવી રહી છે. પ્રિયંકા ચોપરાની અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યા છે.View this post on InstagramPriyanka and Nick on the rd carpet #priyankachopra #nickjonas
માત્ર પ્રિયંકા ચોપરા જ નહીં પરંતુ નિક જોનસ પણ આ દરમિયાન ટ્રોલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર નિક જોનસની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તેના દાંતમાં કંઈક લાગેલું દેખાઈ રહ્યું છે. ફેન્સ તેને સ્ટેજ પર પરફોર્મ કરતા પહેલા ટૂથબ્રશ કરવાની સલાહ આપતા જોવા મળી રહ્યા છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement