શોધખોળ કરો
Advertisement
આ અભિનેત્રીનું પેટ જોઈને વોમિટ થશે? યુઝર્સે કેમ કરી આવી કમેન્ટ્સો? જાણો કારણ
ઘણાં યુઝર્સે, સ્ટ્રેચ માર્ક્સ વિશે લખ્યું હતું તો કેટલાંક એમ કહ્યું હતું કે, પેટ જોઈને વોમિટ થઈ જશે. જોકે કેટલાંક યુઝર્સે એમ પણ કહ્યું હતું કે, વજન ઓછું કર્યાં બાદ બોડી સાથે આવું થાય છે.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન હાલ ઉદેપુરમાં ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે જોકે હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામમાં એક તસવીર શેર કરી હતી. તેણે ઈન્સ્ટામાં એક બાદ એક એમ બે તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં ઝરીનનું પેટ જે રીતે જોવા મળી રહ્યું છે તેના પર અનેક યુઝર્સ કમેન્ટ્સ કરી રહ્યા છે. જોકે ઝરીને ટ્રોલર્સને જબરદસ્ત જવાબ આપ્યો હતો.
ઝરીને ફોટો પર અભદ્ર કમેન્ટ્સ કરનાર યુઝર્સના સ્ક્રીન શોટ લઈને પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં શેર કર્યાં હતાં. જેમાં લોકોએ તેના પેટની મજાક ઉડાવી હતી. ઘણાં યુઝર્સે, સ્ટ્રેચ માર્ક્સ વિશે લખ્યું હતું તો કેટલાંક એમ કહ્યું હતું કે, પેટ જોઈને વોમિટ થઈ જશે. જોકે કેટલાંક યુઝર્સે એમ પણ કહ્યું હતું કે, વજન ઓછું કર્યાં બાદ બોડી સાથે આવું થાય છે.
સ્ક્રીન શોટ્સ શેર કર્યાં બાદ ઝરીને એક નોટ પણ લખી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, જે લોકોને એ જાણવાની ઉત્સુકતા છે કે, તેના પેટને શું થયું છે, તો આ એ લોકો માટે છે.
આ એક એવી વ્યક્તિનું સ્વાભાવિક પેટ છે જેણે 50 કિલો જેટલું વજન ઓછું કર્યું છે. આ આવું જ દેખાય છે આને ફોટોશોપ કરવામાં આવ્યું નથી અને ઓપરેશન પણ કરાવવામાં આવ્યું નથી. તે સત્યમાં વિશ્વાસ રાખે છે. તેણે પેટ ઢાંકવાને બદલે ગર્વ સાથે ખામીઓને સ્વીકારી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement