શોધખોળ કરો
Advertisement
એશ્વર્યા અને આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ શું થયો મોટો ધડાકો, જાણો વિગતે
એશ્વર્યા રાય બચ્ચન અને તેની આઠ વર્ષની દિકરી આરાધ્યા બચ્ચનનો પણ કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેમાં કોરોના વાયરસના સામાન્ય લક્ષણો છે.
મુંબઈ: અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે આજે એશ્વર્યા રાય બચ્ચન અને તેની આઠ વર્ષની દિકરી આરાધ્યા બચ્ચનનો પણ કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેમાં કોરોના વાયરસના સામાન્ય લક્ષણો છે.
BMC ડૉક્ટરે કહ્યું કે, 'એશ્વર્યા રાય બચ્ચન અને તેમની દિકરી આરાધ્યા બચ્ચનને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી, બંનેની સારવાર ઘરે જ શક્ય છે. જો તેમને કોઈ તકલીફ થશે તો આગળ જતા યોગ્ય નિર્ણય કરવામાં આવશે.'
અમિતાભ બચ્ચન અને અભિષેક બાદ એશ્વર્યા રાય બચ્ચન અને દિકરી આરાધ્યાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સારા સમાચાર એ છે કે આ વખતે પણ જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગિટિવ આવ્યો છે.
મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ ટ્વિટ કરીને કહ્યું, શ્રીમતી ઐશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યા અભિષેક બચ્ચન પણ કોવિડ-19 પોઝિટિવ છે. શ્રીમતી જયા બચ્ચનનો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ છે. બચ્ચન પરિવાર ઝડપથી સ્વસ્થ થાય તેવી અમે આશા રાખીએ છીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
ગેજેટ
Advertisement