શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મેકઅપના કારણે ટ્રોલ થઈ આ હોટ એક્ટ્રેસની દીકરી, લોકોએ ભાન ભૂલીને કરી ગંદી કોમેન્ટ....
ન્યાસા હાલમાંજ મમ્મી કાજોલ સાથે અમિતાભ બચ્ચનના ઘરે યોજાયેલી દિવાળી પાર્ટીમાં સામેલ થઈ હતી.
મુંબઈઃ ઘણી વખત સેલેબ્સનાં બાળકો કારણ વગરના લોકોના નિશાને આવી જતાં હોય છે. ક્યારેક કપડાં તો ક્યારેક બહાર બનતી ઘટનાઓના કારણે. હાલમાં જ એક એવી ઘટના બની કે જેમાં અજય દેવગણની દીકરી ટ્રોલર્સનો ભોગ બની. અજય દેવગણ અને કાજોલની દીકરી ન્યાસા છેલ્લા ઘણા સમયથી ટ્રોલર્સના નિશાને છે. ક્યારેક તેના કપડાના કારણે તો ક્યારેક લોકો તેને એક્સપ્રેશનના કારણે ટ્રોલ કરે છે. પરંતુ આ વખતું કારણ કંઈક અલગ છે.
વાત એમ છે કે ન્યાસા હાલમાંજ મમ્મી કાજોલ સાથે અમિતાભ બચ્ચનના ઘરે યોજાયેલી દિવાળી પાર્ટીમાં સામેલ થઈ હતી. આ સમયે તેણે પીચ કલરનો લહેંગો અને ગોલ્ડન કલરના વર્કવાળો બ્લાઉઝ પહેર્યો હતો. આ આઉટફિટમાં તે સુંદર લાગી રહી હતી. પરંતુ લોકોના નજરે ચડી ગયો તેનો મેકઅપ.
સોશિયલ મીડિયા પર કેટલાક લોકોને તેનો મેકઅપ ન ગમ્યો.ટ્રોલ કરતાં લોકોએ કહ્યું કે, ન્યાસાએ 150 કિલોનો મેકઅપ લગાવ્યો છે. તો કોઈએ કહ્યું કે આ આટલી ગોરી કેમ થઈ ગઈ. એક યૂઝરે તો તેને ભૂત પણ કહી દીધું. દીકરીને વારંવાર ટ્રોલ કરતાં અજય દેવગણ પણ ભડક્યો હતો. તેણે કહ્યું હતું કે તેની દીકરી હજુ 14 વર્ષની છે અને લોકો તેના વિશે ખરાબ-ખરાબ વાતો કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion