ઉલ્લેખનીય છે કે, ઈશા અંબાણી ડિસેમ્બરમાં લગ્ન કરી લેશે. ડિસેમ્બરમાં તેના લગ્ન પીરામલ ગ્રુપના ચેરમેન અજય પીરામલના દીકરા આનંદ પીરામલ સાથે થશે. નોંધનીય છે કે, ઈશા અને આનંદ ઘણાં લાંબા સમયથી મિત્ર હતા અને બન્નેના પરિવાર એક બીજાને ચાર દાયકાથી જાણે છે. કહેવાય છે કે, આનંદે ઈશાને મહાબળેશ્વરના એક મંદિરમાં પ્રપોઝ કર્યું હતું. આનંદ દેશની ટોચની રિયલ એસ્ટેટ કંપનીઓમાંથી એક પીરામલ રિયલ્ટીના સંસ્થાપક છે.
2/5
આ બટાલિયનનું નેતૃત્વ કરનાર હવલદાર ઈશર સિંહે આવા સમયે જીવ જાય ત્યાં સુધી લડવાનો નિર્ણય કર્યો. તેમને સૈન્ય ઈતિહાસમાં સૌથી મહાન યોદ્ધામાંથી એક ગણવામાં આવે છે. બ્રિટિશ ભારતીય સૈનિક અને અફઘાની સૈનિકોની વચ્ચે યુદ્ધના બે દિવસ બાદ અન્ય ભારતીય સેનાએ તે સ્થળ પર ફરીથી કબ્જો જમાવી લીધો. સિખ સૈન્ય કર્મીઓ દ્વારા હવે આ યુદ્ધની યાદમાં 12 સપ્ટેમ્બરે સારાગઢી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
3/5
જણાવીએ ક, સારાગઢી યુદ્ધ 12 સપ્ટેમ્બર 1897ના રોજ બ્રિટિશ ભારતીય સેના અને અફઘાની સેનાની વચ્ચે લડાયું હતું. આ યુદ્ધ ખૈબર-પખતુન્ખવામાં થયું હતું, જે હવે પાકિસ્તાનમાં છે. બ્રિટિશ ભારતીય સેનામાં સિખ પલટનની ચોથી બટાલિયનમાં 21 સિખ હતા, જેના પર 10 હજાર સૈનિકોએ હુમલો કર્યો હતો.
4/5
ફિલ્મમેકર કરણ જૌહરની સાથે મળીને ઈશા આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર આ ફિલ્મને પહેલા કરણ જૌહર અને સલમાન ખાન મળીને પ્રોડ્યૂસ કરવાના હતા. જણાવીએ કે, આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલમનો ફર્સ્ટ લુક પણ સામે આવી ગયો છે. આ ફઇલ્મ બેટલ ઓફ સારાગઢી પર આધારિત છે.
5/5
નવી દિલ્હીઃ દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી ટૂંકમાં જ બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. જણાવીએ કે, ઈશા, અક્ષય કુમારની ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરવાની છે. તમને એ પણ જણાવીએ કે તે ફિલ્મમાં એક્ટિંગ કરતી જોવા નહીં મળે. પરંતુ તે અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’ને પ્રોડ્યૂસ કરી રહી છે.