Ranbir Kapoor-Alia Bhatt- બૉલીવુડના મૉસ્ટ અવેટેડ કપલમાનુ એક રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ના લગ્નનો ઇન્તજાર તેના ફેન્સને ઘણા વર્ષોથી છે. હવે આ કપલે પોતાના લૉન્ગટર્મ રિલેશનશીપને લગ્નના બંધનમાં બાંધવાનો ફેંસલો કરી લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપલ આગામી મહિને એટલે કે એપ્રિલમાં લગ્ન ગ્રંથીથી જોડાઇ જશે. આ લગ્નની ખબરો વચ્ચે એક તસવીર સામે આવી છે જે આ વાતનો પુરોવા આપી રહી છે.
હવે રણબીર અને આલિયા (Ranbir-Alia)એ લગ્નની શૉપિંગ શરૂ કરી દીધી છે. કેમ કે એક સાડી પેશન બ્રાન્ડ અને ડિઝાઇનરની સાથે રણબીર અને આલિયાની એક તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ ડિઝાઇનર સ્પેશ્યલી બ્રાઇડલ સાડી માટે જ જાણીતી છે, એટલે કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે બન્નેએ પોતાના લગ્નનુ શૉપિંગ શરૂ કરી દીધુ છે.
ખરેખરમાં, બ્રાઇડલ કાંચીપુરમ સાડી બ્રાન્ડની સીઇઓ બીના કન્નનેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીર શેર કરી છે. તસવીરમાં તેની સાથે રણબીર અને આલિયા સાથે ઉભા રહેલા દેખાઇ રહ્યાં છે. બન્ને સેલેબ્સના લૂકની વાત કરીએ તો આલિયા સફેદ કુર્તામાં અને રણબીર કપૂર વાદળી શર્ટ અને જીન્સમાં દેખાઇ રહ્યો છે.
આ તસવીર વાયરલ થયા બાદ સોશ્યલ મીડિયા પર લોકો રણબીર અને આલિયાને લગ્ન માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.
---
આ પણ વાંચો.......
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ 6 મહિના લંબાવાઈ
આ ભાજપ નેતાએ મદ્રેસાઓ પર પ્રતિબંધ લગાવવાની કરી દીધી વાત