આલિયાએ જેવો અર્જૂનની કૉમેન્ટ વાંચી તેને ગુસ્સો આવ્યો અને પછી આલિયાએ ફટાક કરીને તેનો જવાબ આપી દીધો. આલિયાએ રિપ્લાયમાં લખ્યું, 'Get lost. (તમે ચાલ્યા જાઓ અહીંથી), તે સારી રીતે રમી રહ્યો હતો.'
2/5
તાજેતરમાંજ રક્ષાબંધનના તહેવારના દિવસે આલિયા ભટ્ટે ફિલ્મમેકર કરણ જોહરના પુત્ર યશ જોહરને રાખડી બાંધી. આલિયાએ આમ કરતાં એક તસવીર પણ ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરી, આલિયાએ તસવીરના કેપ્શનમાં લખ્યું, 'મેરા બ્યૂટિફૂલ બેબ બ્રધર, આહહહ ઇસકા ચેહરા દખો'. આલિયાના આ કેપ્શન પર એક્ટર અર્જૂન કપૂરે મજાકીયા અંદાજમાં કૉમેન્ટ કરી, લખ્યું 'હમમમ આમ તો એટલો બધો પણ એક્સાઇટેડ નથી લાગી રહ્યો....'
3/5
મુંબઇઃ સીધો સાદો અને કૂલ દેખાતો અર્જૂન કપૂર હવે બૉલીવુડનો નૉટી બૉય બની ગયો છે. થોડાક દિવસો પહેલા તેને કેટરીના કૈફની તસવીર પર ફની કૉમેન્ટ કરીને તેને ટ્રૉલ કરી હતી, હવે તેને આલિયા ભટ્ટની તસવીર પર ફની કૉમેન્ટ કરી છે. તેને આલિયા ભટ્ટને ટ્રૉલ કરી તો આલિયા પણ તેને ગુસ્સાથી જવાબ આપી દીધો હતો.
4/5
અર્જૂન કપૂરની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ટુંકસમયમાં પરીણિતી ચોપડાની સાથે ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડમાં દેખાશે. વળી, આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મોમાં બ્રહ્માસ્ત્ર અને તખ્ત સામેલ છે.
5/5
આલિયા ભટ્ટ પહેલા એક્ટર અર્જૂન કપૂરે એક્ટ્રેસ કેટરીના કૈફ પર પણ ફની કૉમેન્ટ કરી હતી, તેને કેટરીનાના એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા પર કૉમેન્ટ કરતાં લખ્યું હતું કે, 'આને ડેન્ડ્રફ થઇ ગયો છે.'