શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ જાણીતા સ્ટારને લોકોએ કહ્યો ‘મૂંછોવાળી આલિયા’, વાઈરલ થયા Pics
ભુવન બામને યુઝર્સનું ટ્વિટ પસંદ આવતા તેને રિટ્વિટ કર્યું અને લખ્યું આ ફોટો પાડતી વખતે મેં મારા ફોટોગ્રાફરને આજ કહ્યું હતું કે હું આલિયા ભટ્ટ જેવો લાગું છું.
મુંબઈઃ બોલિવૂડ હિરો હિરોઇનના હમશક્લ હોવા સામાન્ય વાત છે. પણ આલિયા ભટ્ટનો એક હમશક્લ હાલ ટ્વિટર પર ટ્રેન્ડ થઇ રહ્યો છે. અને નવાઇની વાત એ આલિયા ભટ્ટનો આ હમશક્લ બીજું કોઇ નહીં પણ જાણીતો યૂટ્યૂબર ભુવન બામ છે. જે બાદ ટ્વિટર પર આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે.
અસલમાં તાજેતરમાં જ કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર ભુવન બામની એક જૂની તસવીર શોધી કાઢી જે આ વર્ષના જુલાઈની છે. આમાં તે બ્લશ કરી રહ્યો છે. તસવીરના કેપ્શનમાં લખ્યું છે, ‘આ મહિને (જુલાઈ) આન્ત્રપ્રિન્યોર ઈન્ડિયા મેગેઝિનનો કવરબૉય બનીને ગર્વ અનુભવી રહ્યો છું. જ્યારે હું બ્લશ કરું છું ત્યારે આલિયા ભટ્ટ જેવો લાગું છું.’
એક યુઝર્સે તેનો ફોટો મૂકી લખ્યું કે હું મારા બાળકોને કહીશ કે ભુવન બામ દાઢી મૂંછવાળી આલિયા ભટ્ટ છે. ઉલ્લેખનીય છે કે tell my kids ટ્રેન્ડ ભવિષ્યમાં તમે તમારા બાળકોને તમારા જીવન વિષે શું કહેશો તે અંગે ટ્રેન્ડ થઇ રહ્યું હતું.
જેમાં ભુવન બામને યુઝર્સનું ટ્વિટ પસંદ આવતા તેને રિટ્વિટ કર્યું અને લખ્યું આ ફોટો પાડતી વખતે મેં મારા ફોટોગ્રાફરને આજ કહ્યું હતું કે હું આલિયા ભટ્ટ જેવો લાગું છું.Once again @Bhuvan_Bam and @aliaa08 pic.twitter.com/ZCnJJPeFdz
— Karthik R (@karthikr2000) November 24, 2019
જોકે, આ તસવીર પર કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનો પ્રયત્ન પણ કર્યો પણ ભુવને આ ટ્વીટ્સને સકારાત્મક રીતે લીધી અને આલિયાને ટેગ કરતા લખ્યું, ‘આલિયા, ચાલ કૉફી ડેટ પર જઈએ કારણ કે, હું હવે મારા ક્રશ જેવો દેખાઉં છું.’.@aliaa08 Please let’s go for a coffee date because I’ve started looking like my crush! pic.twitter.com/DFBDrEZM0v
— Bhuvan Bam (@Bhuvan_Bam) November 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion