શોધખોળ કરો
Advertisement
ગરમીને કારણે બોલિવૂડના આ સ્ટારની હાલત થઈ ખરાબ, ટ્વિટર પર કહ્યું કે, તજુરબા લખેલ પણ......
લાગે છે કે બિગ બી બ્રેક પર છે. કારણકે તેમણે સવારથી લઇને બપોર સુધી એક બાદ એક એમ 12 ટ્વીટ કર્યા છે.
નવી દિલ્હીઃ કાળઝાળ ગરમીને કારણે લોકો પરેશાન છે ત્યારે બોલિવૂડના દિગ્ગજ અમિતાભ બચ્ચન પણ તેના લીધે હેરાન પરેશાન છે. ગરમીને કારણે તેમની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે તેમને વાંચવામાં મુશ્કેલી થવા લાગી છે. તેનું જ ઉદાહરણ આપતા તેમમે એક મજેદાર ટ્વીટ કર્યું છે.
અમિતાભે તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, ગરમીના કારણે હાલત એવી થઇ ગઇ છે કે આજકાલ તજુરબા લખેલુ પણ તરબૂજા (તરબુચ) વંચાય છે. તેની સાથે તેમણે તરબૂચનું ઇમોજી અને એક કલરફુલ તસવીર પણ શેર કરી છે. લાગે છે કે બિગ બી બ્રેક પર છે. કારણકે તેમણે સવારથી લઇને બપોર સુધી એક બાદ એક એમ 12 ટ્વીટ કર્યા છે. જેમાથી તે ઘણા ટ્વીટમાં મજાક કરતા જોવા મળ્યા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન જલદી જ તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરતા જોવા મળશે.T 3183 - 🍉🍉🍉🍉
— Amitabh Bachchan (@SrBachchan) June 2, 2019
"गर्मी की वजह से हालात ऐसे हो गये हैं कि
आजकल तजुरबा लिखा हुआ भी तरबूजा पढ़ने में आता है " ~ ABEF ns
😝😝😝 pic.twitter.com/YNJNTrh1G0
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion