શોધખોળ કરો
Advertisement
વિન્ટેજ કાર સાથે અમિતાભ બચ્ચનની તસવીર વાયરલ
અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમની દરેક પોસ્ટમાં લાખો લાઈક્સ મળે છે. અમિતાભ બચ્ચનના ફેન્સ પણ તેમની પોસ્ટ તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે.
મુંબઈ: અભિનેતા અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમની દરેક પોસ્ટમાં લાખો લાઈક્સ મળે છે. અમિતાભ બચ્ચનના ફેન્સ પણ તેમની પોસ્ટ તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. અમિતાભ બચ્ચને ફરી એક વખત સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે.
અમિતાભ બચ્ચને વિન્ટેજ કાર સાથે તસવીર શેર કરી છે. અમિતાભ બચ્ચનના ઘરની બહાર પીળા રંગની એક કાર છે અને તેની જોડે અમિતાભ બચ્ચન ઊભા છે. જોકે, અમિતાભ બચ્ચનની પોસ્ટ પરથી એ વાત સ્પષ્ટ થતી નથી કે તેમને આ કાર ખરીદી છે કે તેઓ માત્ર આની પ્રશંસા કરે છે.
અમિતાભે પીળા રંગની વિન્ટેજ કારની તસવીર પોસ્ટ કરીને કહ્યું હતું, જિંદગીમાં ઘણી વખત એવી તક મળે છે કે તમે કંઈ બોલી નથી શકતા. મારી સાથે પણ એવું જ થયું છે. ઘણુ બધુ કહેવા માંગુ છુ પરંતુ કંઈ બોલી નથી શકતો. ફિલ્મોની વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચન ડિરેક્ટર અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ છે. આ ફિલ્મ ચાર ડિસેમ્બરે રિલીઝ થશે. આ સિવાય અમિતાભની ફિલ્મ ગુલાબો સિતાબો અને ઝુંડ આ વર્ષે રિલીઝ થશે.T 3464 - There are times when you are speechless .. I am now .. been trying to express, but nothing comes out .. .. a story of times gone by .. a gesture beyond time .. pic.twitter.com/Vm37n9ZCnR
— Amitabh Bachchan (@SrBachchan) March 8, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
દુનિયા
Advertisement