શોધખોળ કરો
Advertisement
અમિતાભ બચ્ચનની આ પોસ્ટ જિંદગીની દરેક ક્ષણ જીવવાની આપે છે શીખ, ફિલ્મોમાં રડવાનું અસલી કારણ જણાવ્યું
અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર તેમની એક તસવીર શેર કરી છે. જેમાં તેમણે ફિલ્મોમાં રડવાનું અસલી કારણ પણ જણાવ્યું છે.
મુંબઈઃ અમિતાભ બચ્ચન તેમની આગામી ફિલ્મ ગુલાબો સિતાબોને લઈ ઘણા ઉત્સુક છે, જેની સાથે તેઓ કોરોના વાયરસના ફેલાવાને લઈ પણ પરેશાન છે. તેઓ સોશિયલ મીડિયા પર લોકોને જાગૃત કરતી પોસ્ટ શેર કરતા રહે છે. આ ઉપરાંત લોકોને જીવનનું મહત્વ પણ સમજાવે છે. આવી જ એક પોસ્ટ તેમણે થોડા કલાકો પહેલા સોશિયલ મીડિયા પર કરી છે.
અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર તેમની એક તસવીર શેર કરી છે. જેમાં તેમણે ફિલ્મોમાં રડવાનું અસલી કારણ પણ જણાવ્યું છે. આ તસવીરના કેપ્શનમાં તેમણે પોતાના અનુભવ દ્વારા લોકોને શીખ આપી છે. કેપ્શન દ્વારા બિગ બીએ લોકોને કહેવા માંગે છે કે આપણે કોઈપણ ક્ષણે નિરાશ ન થવું જોઈએ.
અમિતાભ બચ્ચન સ્ટાર ફિલ્મ ગુલાબો સિકાબો 12 જૂને અમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે આયુષ્માન ખુરાના લીડ રોલમાં છે. આ ફિલ્મનું ટ્રેલર પહેલા જ લોન્ચ થઈ ચુક્યું છે.
ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક વૃદ્ધ મુસ્લિમ વ્યક્તિના પાત્રમાં છે. જેઓ એક હવેલીના માલિક છે. જ્યારે આયુષ્માન ખુરાના ફિલ્મમાં આ હવેલીના ભાડુઆતના રોલમાં નજરે પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion