'સુઇ ધાગા- મેડ ઇન ઇન્ડિયા' આત્મનિર્ભરતાની કહાની છે. આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સ (વાયઆરએફ)ના બેનર હેઠળ બની છે. આ ફિલ્મનું નિર્દેશન શરત કટારિયા કરી રહ્યાં છે. આ ફિલ્મને મનીષ શર્માએ લખી છે, ફિલ્મ આ વર્ષે ગાંધી જયંતી વખતે રિલીઝ થશે.
2/6
નોંધનીય છે કે, ફિલ્મમાં અનુષ્કાના એક્સપ્રેશનને સોશ્યલ મીડિયા યૂઝર્સે લૉકલ ટ્રેનથી લઇને એક્ઝામિનેશન હૉલ અને કેબ પિક પ્લાઇન્ટ સુધીની અનેક પરિસ્થિતિઓ સાથે જોડીને ખુબ ટ્રૉલ કરી છે.
3/6
થોડાક દિવસો પહેલા ફિલ્મના ડાયરેક્ટરે પણ આના ઉપર એક વીડિયો શેર કરીને તેની સાથે લખ્યુ હતું- "Couldn’t resist...". આ વીડિયોમાં અનુષ્કાને મારિયોની જગ્યાએ બતાવવામાં આવી છે.
4/6
ત્યારબાદ આ ટ્વીટને Quote કરતા અનુષ્કાએ લખ્યું- જબરદસ્ત
5/6
કાલે સાંજે મીમ્સને શેર કરીને વરુણ ધવને સોશ્યલ મીડિયા પર લખ્યું- મીમ્સની રાની, મમતા, હાહાહા (#MEMESkirani #mamta hhahaha)
6/6
નવી દિલ્હીઃ અનુષ્કા શર્મા આજકાલ સોશ્યલ મીડિયા પર છવાઇ છે. ફિલ્મ સુઇ ધાગાનો તેને લૂક વાયરલ થઇ રહ્યો છે. આ ફિલ્મમાં અનુષ્કા મમતાની ભૂમિકા નિભાવી રહી છે. ફિલ્મની એક તસવીરમાં અનુષ્કા શર્મા સાડી પહેરીને, મોં પર હાથ મુકીને બેઠી છે. આ તસવીરને લોકો ફોટોશૉપ કરીને મીમ્સ બનાવીને વાયરલ કરી રહ્યાં છે. કેટલાય દિવસોથી ચાલી રહેલી આ મજાક પર હવે અનુષ્કા શર્મા અને વરુણ ધવને પ્રિતિક્રિયા આપી છે.