આ તસવીરોમાં બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. તસવીરોમાં બંને એકબીજા સાથે મસ્તી મજાક કરતા પણ જોવા મળે છે.
2/4
અરબાઝ અને મલાઈકાના ડિવોર્સ બાદ અરબાઝની લાઈફમાં જોર્જિયાની એન્ટ્રી થઈ છે. જ્યારે મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી હોવાની બોલીવૂડમાં ચર્ચા છે. મલાઈકા અને અર્જુન કપૂર પણ ટૂક સમયમાં પોતાના સંબધોની જાહેરાત કરી શકે છે. મલાઈકા જન્મદિવસની ઉજવણી કરવા પણ અર્જુન કપૂર સાથે વિદેશ ગઈ હતી.
3/4
થોડા સમય પહેલા રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે અરબાઝ જોર્જિયા સાથે 2019માં લગ્ન કરી શકે છે. અરબાઝના પરિવારે આ લગ્ન માટે સહમતી પણ આપી દિધી છે. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં અરબાઝને પુછવામાં આવ્યું ત્યારે તેણે આ અફવા ગણાવી હતી.
4/4
મુંબઈ: અરબાઝ ખાન અને જોર્જિયા હાલના સમયમાં બોલીવૂડનું હોટ કપલ બની ગયું છે. હાલમાં જ અરબાઝ અને જોર્જિયા ફરી એક વાર સાથે જોવા મળ્યા હતા. અરબાઝ અને જોર્જિયા ડિનર ડેટ માટે ગયા હતા. જેની તસવીરો સામે આવી છે.