શોધખોળ કરો
મલાઇકા અરોરાને ખાસ ગણાવતા અર્જૂન કપૂરે લગ્નને અંગે આપી આ પ્રતિક્રિયા, જાણો વિગત
મલાઈકા અરોરા સાથે લગ્ન કરવાને લઈને અર્જૂન કપૂરે જણાવ્યું કે તેેને અત્યારે કોઈ જ ઉતાવળ નથી.

મુંબઈ: છેલ્લા કેટલાક સમયથી અર્જૂન કપૂર અને મલાઈકા અરોડા લગ્ન કરવાના છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે 17 એપ્રિલ બન્ને ક્રિશ્ચિયન રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરશે પરંતુ તારીખ વીતી ગઈ પણ બન્નેના લગ્ન થયા નથી. તેના બાદ હવે એવી ખબરો આવી રહી છે બન્ને જૂનમાં પોતાના રિલેશનને નામ આપવા જઈ રહ્યાં છે.
આ તમામ ખબરો વચ્ચે હવે અર્જૂન કપૂરની પ્રતિક્રિયા સામે આવી છે. ડિએનએની રિપોર્ટ પ્રમાણે અર્જૂને કહ્યું કે હાલમાં લગ્નને લઈને તેને કોઈ જ ઉતાવળ નથી.
અર્જૂનને જ્યારે પુછવામાં આવ્યું કે તેઓ જૂનમાં લગ્ન કરી રહ્યા છે ત્યારે તેણે જવાબ આપતા કહ્યું કે ‘ના, હું હાલમાં નથી કરવાનો. હું અત્યારે 33 વર્ષનો છું, તમારે આ વાત પર ત્યારે વિશ્વાસ કરવો જોઈએ જ્યારે હું ખુદ તમને જણાવું. મને અત્યારે લગ્ન કરવાની ઉતાવળ નથી.’
મલાઈકા અંગે અર્જૂને કહ્યું તે ખાસ છે. તે સિવાય તેણે કહ્યું કે તેમની પાસે કહેવા અને છુપાવવા માટે કંઈજ નથી. જે પણ છે તમારી સામે છે. જે છે તે દેખાઈ રહ્યું છે અને મને તેમાં છુપાવવાની જરૂર નથી.
સાથે અર્જૂને એક ખાસ વાત જણાવી કે, તે હંમેશાથી મેચ્યોર રહ્યો છે અને તેના એવા મિત્રો ખૂબજ ઓછા છે જે તેનાથી ઉંમરમાં નાના અથવા તેની ઉંમરના હોય. હું ઘણી વખત કરીના, મલાઈકા અને અમૃતા સાથે હૈંગઆઉટ કરતો હોઉં છું. આ આજની વાત નથી.
આ તમામ ખબરો વચ્ચે હવે અર્જૂન કપૂરની પ્રતિક્રિયા સામે આવી છે. ડિએનએની રિપોર્ટ પ્રમાણે અર્જૂને કહ્યું કે હાલમાં લગ્નને લઈને તેને કોઈ જ ઉતાવળ નથી.
અર્જૂનને જ્યારે પુછવામાં આવ્યું કે તેઓ જૂનમાં લગ્ન કરી રહ્યા છે ત્યારે તેણે જવાબ આપતા કહ્યું કે ‘ના, હું હાલમાં નથી કરવાનો. હું અત્યારે 33 વર્ષનો છું, તમારે આ વાત પર ત્યારે વિશ્વાસ કરવો જોઈએ જ્યારે હું ખુદ તમને જણાવું. મને અત્યારે લગ્ન કરવાની ઉતાવળ નથી.’
મલાઈકા અંગે અર્જૂને કહ્યું તે ખાસ છે. તે સિવાય તેણે કહ્યું કે તેમની પાસે કહેવા અને છુપાવવા માટે કંઈજ નથી. જે પણ છે તમારી સામે છે. જે છે તે દેખાઈ રહ્યું છે અને મને તેમાં છુપાવવાની જરૂર નથી.
સાથે અર્જૂને એક ખાસ વાત જણાવી કે, તે હંમેશાથી મેચ્યોર રહ્યો છે અને તેના એવા મિત્રો ખૂબજ ઓછા છે જે તેનાથી ઉંમરમાં નાના અથવા તેની ઉંમરના હોય. હું ઘણી વખત કરીના, મલાઈકા અને અમૃતા સાથે હૈંગઆઉટ કરતો હોઉં છું. આ આજની વાત નથી. વધુ વાંચો