શોધખોળ કરો
Advertisement
વધુ એક સ્ટાર કિડ બોલિવૂડમાં કરવા જઈ રહી છે ડેબ્યૂ? જાણો વિગતે
નવી દિલ્હીઃ હાલમાં જ બોલિવૂડમાં અનેક સ્ટાર કિડ્સે ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું છે જ્યારે અનેક આવનારા સમયમાં કરવા જઈ રહ્યા છે. આ સ્ટાર કિડ્સમાં સારા અલી ખાન, જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટ સામેલ છે જ્યારે આવનારા દિવસોમાં અનન્યા પાંડે ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યરથી ડેબ્યૂ કરવા જઈ રહી છે. હવે આ યાદીમાં વધું એક નામ જોડાઈ શકે છે અને આ નામ છે અર્જુન રામપાલની દીકરી માહિકાનું.
અહેવાલ અનુસાર, અર્જુન રામપાલની દીકરી પોતાની બોલિવૂડ ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહી છે. જોકે તે ક્યા પ્રોજેક્ટ પર કામ કરવા જઈ રહી છે તેને હજુ સુધી છુપાવીને રાખવામાં આવ્યું છે. જોકે થોડા દિવસ પહેલા એક ઇન્ટરવ્યૂમાં અર્જુન રામપાલે ખુલાસો કર્યો હતો કે તેની દીકરી હંમેશાથી બોલિવૂડમાં એક્ટ્રેસ બનવા માગતી હતી. હવે ફેન્સ વધુ એક સ્ટાર કિડના બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની રાહ જોશે.View this post on InstagramMy jaan. This girl fills up my soul with love 💖 #soulmates. #paris #mahikaa
નોંધનીય છે કે, વિતેલા વર્ષે જ અર્જન રામપાલે મેહર જેસિયા સાથે પોતાના 20 વર્ષના લગ્ન પર પૂર્ણવિરામ મુક્યું હતું. જોકે પત્ની સાથે અલગ થયા બાદ પણ અર્જુન પોતાની દીકરીઓની ખૂબ જ નજીક છે અને ઘણી વખત તે પોતાની દીકરીઓ સાથે જોવા મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
ભાવનગર
Advertisement