શોધખોળ કરો
Advertisement
ગણતંત્ર દિવસના અવસરે આ બોલિવૂડ સ્ટારે ભર્યું મહત્ત્વનું પગલું, અંગદાન કરવાનો નિર્ણય કર્યો
અર્જુમ રામપાલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી પોસ્ટ કરતાં આ જાણકારી શેર કરી છે.અર્જુન કપૂરના આ નિર્ણયના તેના ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ 26 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. આ અવસર પર એક્ટર આયુષ્માન ખુરાનાએ એક હાથમાં રાષ્ટ્રીય ધ્વજ તિરંગો અને બીજા હાથમાં એલટીબીટી સમુદાયનો ઝંડો લહેરાવીને દેશમાં એલજીબીટી સમુદાય માટે સમાનતાની વાત કરી છે.
તેની સાથે જ દેશને સ્વચ્છ બનાવવા માટે દીયા મિર્ઝા, કરણ વાહી અને મૃણાલ ઠાકુરે મુંબઈના બીચ પર જઈને સાફ સફાઈ કરી છે. ગણતંત્ર દિવસના ખાસ અવસર પર અર્જુમ રામપાલે માનવતાની ભલાઈ માટે મહત્ત્વનું પગલું ભરતા અંગદાન કરવાનો નિર્ણય કર્યો છે.
અર્જુમ રામપાલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી પોસ્ટ કરતાં આ જાણકારી શેર કરી છે. અર્જુન રામપાલે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરતાં લખ્યું, ‘હંમેશા આવું કરવા માગતો હતો. અંતે કરી દીધું. વચન આપુ છું કે સ્વસ્થ રહીશ અને પોતાના અંગોને પણ સ્વસ્થ રાખીશ.’‘71માં ગણતંત્ર દિવસના અવસર પર એક ઓર્ગન ડોનર બની ગયો છું. આભાર ડો. નિમેશ મેહતા અને ડો. અપર્ણા માને. મને શાનદાર અનુભવ થઈ રહ્યો છે. ’ અર્જુન કપૂરના આ નિર્ણયના તેના ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે. વર્કફ્રેન્ટની વાત કરીએ એ અર્જુન કપૂર થોડા સમય પહેલા જ એક વેબસીરીઝમાં જોવા મળ્યો હતો. પોતાની આગામી ફિલ્મ નાસ્તિકને લઈને અર્જુમ સતત ચર્ચામાં છે. બોક્સ ઓફિસ પર અર્જુન રામપાલની અંતિમ ફિલ્મ પલટન હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement