શોધખોળ કરો

ખૂબ જ દિલચશ્પ છે અથિયા-રાહુલની લવસ્ટોરી, આ રીતે થઇ રહી બંનેની પહેલી મુલાકાત

આથિયા શેટ્ટ ફિલ્મો કરતા તેની પર્સનલ લાઇફને લઇને તે ઘણી ચર્ચામાં છે. હાલ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલની લવ સ્ટોરી ખૂબ જ ચર્ચામાં છે.

આથિયા શેટ્ટ ફિલ્મો કરતા તેની પર્સનલ લાઇફને લઇને તે ઘણી ચર્ચામાં છે. હાલ  આથિયા શેટ્ટી અને કેએલ રાહુલની લવ સ્ટોરી ખૂબ જ ચર્ચામાં છે. આ કારણે અભિનેત્રી લાઈમલાઈટમાં જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોથી બંનેના લગ્નને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી હતી. આથિયા શેટ્ટી આવતીકાલે એટલે કે 5 નવેમ્બરે તેનો 29મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે.

ફિલ્મી કરિયરની વાત કરીએ તો આથિયા શેટ્ટીએ આઠ વર્ષમાં માત્ર પાંચ ફિલ્મોમાં જ કામ કર્યું છે. તેણે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2015માં રિલીઝ થયેલી ફિલ્મ 'હીરો'થી કરી હતી, જેમાં તે એક્ટ્રેસ સૂરજ પંચોલી સાથે જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. આ પછી અભિનેત્રી અનિલ કપૂર અને અર્જુન કપૂરની ફિલ્મ 'મુબારકાં'માં જોવા મળી હતી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ ન કરી શકી. આ પછી અથિયા 'નવાબઝાદે', 'મોતીચુર ચકનાચૂર' અને 'તડપ' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી, પરંતુ આ બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.

અથિયા અને કેએલ રાહુલની લવસ્ટોરીની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. જો કે ત્યારે આ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી ન હતી. ત્યારપછી જ્યારે બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને શુભકામનાઓ આપવાનું શરૂ કર્યું ત્યારે તેમના રિલેશનશિપમાં હોવાની અટકળો શરૂ થઈ હતી.

જ્યારે અથિયાના પિતા સુનીલ શેટ્ટીને પણ બંને વચ્ચેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું તો તેમણે પણ આ વિશે કોઈ જવાબ આપ્યો ન હતો. આ પછી, વર્ષ 2021 માં, જ્યારે કેએલ રાહુલ ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી માટે રવાના થયો, ત્યારે આથિયા પણ તેની સાથે ગઇ હતી.. જો કે બંનેએ આ બાબતે કંઈ કહ્યું નહોતું, પરંતુ સોશિયલ મીડિયા પર બંનેની વાયરલ થયેલી તસવીરોએ ભારે ચકચાર જગાવી હતી.

વર્ષ 2021 માં, આથિયાના જન્મદિવસના અવસર પર, કેએલ રાહુલે તેમના સંબંધોને સત્તાવાર રીતે જાહેર કર્યાં હતા.  આથિયાનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં તેણે ખૂબ જ રોમેન્ટિક કેપ્શન લખ્યું હતું. ફોટામાં બંને વચ્ચે ઘણો પ્રેમ જોવા મળ્યો હતો. આ દંપતી અથિયાના ભાઈ અહાન શેટ્ટીની ફિલ્મ તડપના સ્ક્રીનિંગમાં સાથે જોવામાં આવ્યું હતું, જ્યાં તેઓએ એક કપલ તરીકે પોઝ આપ્યા હતા.  આ પહેલીવાર હતું જ્યારે આ લવબર્ડ્સ કપલ તરીકે કોઈ ઇવેન્ટમાં જોવા મળ્યાં હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?

વિડિઓઝ

Gujarat Heatwave: હજુ 7 દિવસ સહન કરવુ પડશે તાપનું ટોર્ચર: હવામાન વિભાગની આગાહી
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
Rajkot News: રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ સાથે ઝડપાયો
Heat Wave Alert: દેશમાં કાળઝાળ ગરમીનો કહેર, 28 મે સુધી હવામાન વિભાગની મોટી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?
નિવૃત્ત કર્મચારીઓ માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો મોટો વધારો!
નિવૃત્ત કર્મચારીઓ માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો મોટો વધારો!
બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ
બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ
IPL 2026: પ્લેઓફમાં ક્વોલિફાય ન થનારી CSK અને LSG જેવી ટીમોને ઈનામી રકમમાં શું મળશે?
IPL 2026: પ્લેઓફમાં ક્વોલિફાય ન થનારી CSK અને LSG જેવી ટીમોને ઈનામી રકમમાં શું મળશે?
તમારું 'અમેરિકા ફર્સ્ટ' તો અમારું 'ભારત પહેલા'; જયશંકરે અમેરિકાને કેમ આપ્યો આ જવાબ?
તમારું 'અમેરિકા ફર્સ્ટ' તો અમારું 'ભારત પહેલા'; જયશંકરે અમેરિકાને કેમ આપ્યો આ જવાબ?
Embed widget