શોધખોળ કરો
Advertisement
કોરોનાઃ વિદેશથી આવતા ‘બાહુબલી’એ પોતાને 14 દિવસ સુધી કર્યો ઘરમાં કેદ
વિદેશમાં શૂટિંગ કરીને પાછો ફરેલા બાહુબલી ફેમ પ્રભાસે પોતાને ઘરમાં કેદ કરી લીધો છે.
મુંબઇઃ કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં ચાલી રહ્યો છે. વડાપ્રધાન મોદીની અપીલ બાદ દેશમાં આજે જનતા કર્ફ્યૂ છે. આ વચ્ચે વિદેશમાં શૂટિંગ કરીને પાછો ફરેલા બાહુબલી ફેમ પ્રભાસે પોતાને ઘરમાં કેદ કરી લીધો છે. પ્રભાસે સોશિયલ મીડિયા મારફતે આ જાણકારી આપી હતી. સાથે ફેન્સને અપીલ કરી હતી કે તે પોતાને અને બીજાને સુરક્ષિત રાખે.
નોંધનીય છે કે કોરોના વાયરસના કારણે દુનિયાના અનેક દેશોમાં ખરાબ સ્થિતિ છે. એવામાં ભારત સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે વિદેશમાંથી આવનાર તમામ નાગરિક પોતાને ઓછામાં ઓછા 14 દિવસ આઇસોલેટમાં રાખે. આ નિયમનું પાલન કરતા સાઉથના આ એક્ટરે પોતાને ઘરમાં બંધ કરી દીધો હતો.
નોંધનીય છે કે પ્રભાસ જ્યોર્જિયાથી પાછો ફર્યો છે. તેની સાથે પૂજા હેગડે અને આખી ટીમ હાજર હતી. પૂજા હેગડેએ સરકારના નિર્દેશનું પાલન કરતા પોતાને 14 દિવસ સુધી આઇસોલેટ કરી લીધી છે. પ્રભાસે લોકોને અપીલ કરતા કહ્યું કે આ ભયાનક સ્થિતિમાં દેશને સાથ આપે. પોતાને સુરક્ષિત રાખે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement